રેલવેમાં સીઝનલ ટિકિટ હોલ્ડરોને યાત્રાની પરવાનગી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રેલવેમાં સીઝનલ ટિકિટ હોલ્ડરોને યાત્રાની પરવાનગી

રેલવેમાં સીઝનલ ટિકિટ હોલ્ડરોને યાત્રાની પરવાનગી

 | 3:04 am IST

વડોદરા ઃ પિૃમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી વડોદરા ડિવીઝનની ૧૬ પેસેન્જર, મેમુ અને ડેમુ ટ્રેનોમાં માસિક સીઝન ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં માસિક સિઝન ટિકિટ ધારકોને માસિક ધોરણે જ એમએસટી આપવામાં આવશે.  જેમાં ટ્રેન ૦૯૩૧૬/ ૦૯૩૧૫ – વડોદરા – અમદાવાદ – વડોદરા મેમુ , ટ્રેન ૦૯૦૭૯ – સુરત-વડોદરા મેમુ, ટ્રેન ૦૯૧૫૬ /૦૯૧૫૫ – વડોદરા-સુરત-વડોદરા મેમુ, ટ્રેન ૦૯૪૯૬ /૦૯૪૯૫ – અમદાવાદ -વડોદરા, અમદાવાદ-પેસેન્જર, ટ્રેન ૦૯૩૧૯ /૦૯૩૨૦ – વડોદરા-દાહોદ-વડોદરા મેમુનો સમાવેશ થાય છે. જો કે જી.આર મોડો આવ્યો હોવાને કારણે આજે એક પણ પાસ નીકળી શક્યો ન હતો. તો આ પાસ એક્સપ્રેસ ટ્રેનમાં નહીં ચાલે. જો યાત્રી પકડાશે તો ચાર્જ વસૂલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;