રેલ ટિકિટના કાળા બજાર કરતા ૮ એજન્ટો સામે ગૂનો દાખલ - Sandesh
  • Home
  • Rajkot
  • રેલ ટિકિટના કાળા બજાર કરતા ૮ એજન્ટો સામે ગૂનો દાખલ

રેલ ટિકિટના કાળા બજાર કરતા ૮ એજન્ટો સામે ગૂનો દાખલ

 | 11:56 pm IST

પ૧ ઈ ટિકિટનો મામલો, સૌથી વધુ જામનગરમાં ર૭ કેસ
રાજકોટ :  રેલવે પોલીસ ફોર્સ દ્વારા ટ્રેનની ટિકિટના કાળા બજાર કરતાં ઈસમો અને એજન્ટો સામે આકરી કાર્યવાહી શરું કરવામાં આવી છે. જેના ભાગ રૃપે જૂન મહિનાના ઉતરાર્ધના પખવાડીયામાં પ૧ ઈ ટિકિટના કાળાબજાર કરતાં આઠ એજન્ટ સામે કેસ કરવામાં આવ્યો છે.  ભારતીય રેલ સાથે જોડાયેલી બદીઓ સાફ કરવાના ઉચ્ચ કક્ષાએથી થઈ રહેલા પ્રયાસમાં વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા પણ ભાગ ભજવવામાં આવી રહ્યો છે. રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોની રેલ યાત્રાની સલામતી અને સુવિધા બાબતે મંડલ સુરક્ષા આયુક્ત ભવપ્રિતા સોનીના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ત્યારે જૂન મહિનામાં તારીખ ૧૬થી ૩૦ દરમિયાન ટ્રેન ટિકિટના કાળાબજાર કરતા આઠ એજન્ટ સામે ગુનો દાખલ કરાયો છે. રેલવેએ નિર્ધારીત કરતાં વધુ રકમ ઉઘરાવી, મુસાફરોને ખંખેરતા એજન્ટો અને ઈસમો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવાના નિર્દેશ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આપ્યા હતા. આ સાથે ટ્રેનના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતાં ૯૮ પુરુષોને પકડી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. આવા કેસ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૧ અને રાજકોટમાં ૩ર કરાયા હતા. ટ્રેનના પગથીયા પર બેસી જોખમી રીતે મુસાફરી કરનારાઓ ૧૬૮ લોકો સામે કાર્યવાહી દર્જ કરાઈ હતી જ્યારે અનઅધિકૃત ૭૮ ફેરિયા સામે કેસ કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન