રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનું કામકાજ ૨૦૨૧ સુધીમાં વધીને પાંચ લાખ કરોડ રૂપિયા જેટલું થશે - Sandesh
  • Home
  • Business
  • રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનું કામકાજ ૨૦૨૧ સુધીમાં વધીને પાંચ લાખ કરોડ રૂપિયા જેટલું થશે

રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનું કામકાજ ૨૦૨૧ સુધીમાં વધીને પાંચ લાખ કરોડ રૂપિયા જેટલું થશે

 | 9:00 pm IST

ભારતમાં રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનું કામકાજ અત્યારે ૩.૦૯ લાખ કરોડ રૂપિયા જેટલું છે એ વર્ષ ૨૦૨૧ સુધીમાં વધીને પાંચ લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચશે.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૧ સુધીમાં આ બિઝનેસનો વાર્ષિક વૃદ્ધિ દર ૧૦ ટકાનો રહેશે. ૨૦૧૬માં રેસ્ટોરન્ટ સેક્ટરનો કરવેરાનો ફાળો ૨૨,૪૦૦ કરોડ રૂપિયાનો રહેશે. આ સેક્ટર ૫૮ લાખ જોબ્સનું નિર્માણ કરશે. ૨૦૨૧ સુધીમાં જીડીપીમાં આ સેગમેન્ટનો હિસ્સો ૨.૧૦ ટકા જેટલો થશે. ૨૦૧૩થી અત્યાર સુધીમાં રેસ્ટોરન્ટ સેક્ટરનું કામકાજ ૭.૭૦ ટકા વધ્યું છે.

કુલ માર્કેટમાં સંગઠિત ક્ષેત્રનો હિસ્સો ૩૩ ટકાનો છે. આ સેક્ટરમાં ઓવર રેગ્યુલેશનની સ્થિતિ છે.

એપ્રુવલ્સ અને લાયસન્સિસ મેળવવાની સમસ્યા છે. આ ઉપરાંત ટેક્સનો બોજ વધારે છે. આ બધા પરિબળોને કારણે સંગઠિત ક્ષેત્રનો હિસ્સો ઓછો છે. આ બિઝનેસમાં રિયલ એસ્ટેટ તેમ જ મેનપાવરનો ખર્ચ પણ ઊંચો છે. આ ઉપરાંત સપ્લાય ચેઈન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇનેન્સની સમસ્યા પણ છે.

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્તે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષમાં ભારતમાં ફૂડ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ રેટ ઊંચો રહ્યો છે. ફૂડ અને બિવરેજીસ ઇન્ડસ્ટ્રીને વિકાસ માટે સારી તક મળી છે. અત્યારે આ સેગમેન્ટનું કુલ કામકાજ ૪૮ અબજ ડોલર જેટલું છે.