રોગચાળો વકર્યો છે ત્યારે હેલ્થ કમિટીમાં અધિકારીઓની ગેરહાજરીને પગલે વિવાદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રોગચાળો વકર્યો છે ત્યારે હેલ્થ કમિટીમાં અધિકારીઓની ગેરહાજરીને પગલે વિવાદ

રોગચાળો વકર્યો છે ત્યારે હેલ્થ કમિટીમાં અધિકારીઓની ગેરહાજરીને પગલે વિવાદ

 | 12:57 am IST
  • Share

અમદાવાદમાં છેલ્લાં બે મહિનાથી રોગચાળાએ માથું ઉંચક્યું છે, ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને  કારણે ખાબોચિયાં ભરાઈ રહે છે, સફાઈ થતી નથી, ઠેર ઠેર ગંદકીના ઢગલાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે ડેન્ગ્યુ, ચીકનગુનિયાનો મચ્છરજન્ય રોગચાળો અને ઝાડા- ઉલટી, કમળો, પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે બે ડેપ્યુટી કમિશનર અને હેલ્થ અધિકારીઓની ‘સૂચક’ ગેરહાજરીને કારણે બુધવારે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીનના ચેરમેનને બેઠક રદ કરવાની ફરજ પડી હોવાને પગલે વિવાદ સર્જાયો છે. હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડે. કમિશનર પ્રવીણ ચૌધરી, ડે. કમિશનર સી. આર. ખરસાણ અને સ્ર્ંઁ ભાવિન સોલંકી અગમ્ય કારણોસર ગેરહાજર રહેવાને કારણે હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલે કમિટીના એજન્ડા પરના તમામ કામો ‘નેક્સ્ટ’ કર્યા હતા અને શહેરમાં સફાઈ કામગીરી, રોગચાળાને ડામવા માટેના પગલાં, વગેરે જેવા ગંભીર અને મહત્વાના મુદ્દે કોઈપણ પ્રકારની ચર્ચા- વિચારણા કર્યા વિના હેલ્થ કમિટી આટોપી લેવાને પગલે વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સફાઈ કામગીરી થતી નથી, ગંદકીના ઢગલા અને હેલ્થના પ્રશ્ને વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ પગલાં નહીં લેવાના વિરોધમાં નરોડાના મ્ત્નઁ મહામંત્રીને ધરણાં પર બેસવું પડયું હતું. રોગચાળો વકર્યો છે અને રોજ  ડેન્ગ્યુ, ચીકન ગુનિયા, ઝાડા- ઉલટી, કમળો, ટાઈફોઈડના કેસો વધી રહ્યા છે, મ્યુનિ. હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથઈ ઉભરાઈ રહી છે તેમજ ઓપીડીમાં રોજ દર્દીઓ લાઈનો લગાવી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી થતી ન હોવાની, ઠેર ઠેર ગંદકીના ઢગલા અને રોગચાળાને અંકુશમાં લેવા અંગેની ફરિયાદો જેવા ગંભીર પ્રશ્ને ચર્ચા- વિચારણા કરવા માટે બોલાવવામાં આવેલી હેલ્થ કમિટીમાં બે ડે.કમિશનર અને હેલ્થ ઓફિસર ગેરહાજર રહેવાની બાબતને ખૂબ જ ગંભીર ગણીને હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલે કમિટી રદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન