રોગ ના મટતો હોય તો આવા ઉપાયો અજમાવો - Sandesh

રોગ ના મટતો હોય તો આવા ઉપાયો અજમાવો

 | 12:30 am IST
  • Share

આપણા જન્મથી મૃત્યુ સુધી સંચિત કર્મ આપણી સાથે રહેતાં હોય છે. આપણા જીવનની વાસ્તવિક્તા આપણું કર્મ હોય છે અને કર્મનો આધાર આપણું મન હોય છે. આપણું મન આપણા સમગ્ર જીવનનો આધાર છે, પણ એક પ્રશ્ન એ થાય કે મનને કાબૂમાં કેવી રીતે લઈ શકાય? મનની એકાગ્રતાનો આધાર શું હોઈ શકે? તો આપણે કહી શકીએ કે આપણા સ્વાસ્થ્યનો સીધો સંબંધ મન સાથે છે. પહેલું સુખ તે જાતે નર્યાંએ કહેવત અહીં સિદ્ધ થાય છે કે બધા જ સુખ હોય, પણ પોતાનું સ્વાસ્થ્ય સારું ના હોય તો? પોતાનું સ્વાસ્થ્ય સારું હશે, રોગ મુક્ત જીવન હશે તો જ જીવન જીવ્યા કહેવાય બાકી આયુષ્ય વધારે હોય, પણ રોગમુક્ત ન હોય તો સુખમય જીવન વ્યતીત થઈ શક્તું નથી માટે જુદા-જુદા રોગોનો જ્યોતિષીય ઉપાય તેમજ આપણા ઋષિ-મુનિઓ દ્વારા બનાવવામાં આવેલા મંત્ર-યંત્ર-અનુષ્ઠાનના ઉપાય કરવા માત્રથી જીવન સુખાકારી બનશે અને મજાથી જિંદગી જીવી શકાશે.

નવગ્રહ અનુસાર સૂર્ય, શનિ અને રાહુ મુખ્ય રોગના કારક બનતા હોય છે.

સૂર્યના રોગ અને ઉપાય

સૂર્ય અગ્નિ તત્ત્વ ગ્રહનો છે. જેના કારણે આંખો, હાડકાં, પેટ સંબંધિત રોગ થઈ શકે છે.

ઉપાય ઃ જ્યારે પણ ઉપરોક્ત રોગ જેવું લાગે ત્યારે સામાન્ય રીતે સૂર્ય સંબંધિત ઉપાય કરવા યોગ્ય છે. પ્રથમ ભગવાન સૂર્યનારાયણને લાલ ફૂલ નાખી તાંબાના કળશથી અધ્ય અર્પણ કરવું.

સૂર્ય સંબંધિત દાન કરવું.

સૂર્ય ગ્રહનું સિદ્ધિ યંત્ર પોતાની પાસે રાખવું.

સૂર્યનું નંગ માણેક સુવર્ણમાં ધારણ કરવું.

પહેલી આંગળીએ સોનાની વિંટી ધારણ કરવી.

આકડાના ફૂલથી મહાદેવની પૂજા-આરાધના કરવી.

શનિના રોગ અને ઉપાય

શનિ દ્વારા જે રોગ થાય છે તે લાંબા ગાળા સુધી થતા રોગ હોય છે. લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં રોગ મટતો નથી. તેના માટે પહેલાં શનિ દ્વારા થતા રોગ જાણીએ અને તેને નિવારણ માટે થતા ઉપાયને સમજવાનો પ્રયત્ન કરીએ.

વાત, કફ, વાગવું, મચકોડ, આંતરડાં સંબંધિત રોગ, દુર્બળતા, વાયુ-વિકાર, માથે માથે ટાલ પડવી, સાંધાના દુખાવા, સ્નાયુના રોગ, ચામડીના રોગ, માથાના રોગ ઈત્યાદી.

ઉપરોક્ત રોગ શનિના પ્રભાવથી થાય છે માટે આપેલા ઉપાય પૈકી કોઈ એક ઉપાય કરવાથી શનિનો પ્રભાવ ઓછો થશે અને રોગમાં રાહત અવશ્ય થશે.

શનિદેવનું સરસવના તેલથી શનિ ચાલીસાનો પાઠ કરતા અભિષેક કરવો.

દર શનિવારના દિવસે ૧૧ હનુમાન ચાલીસાના પાઠ કરીને હોમ કરવો.

જે વ્યક્તિને રોગ હોય તેણે ધારણ કરેલા કાળા કપડાનું દાન કરવું.

અમાસના દિવસે કાળા અડદ-કપડું, ફળ સરસવ, લોખંડ યથાશક્તિ દક્ષિણા ગરીબ વ્યક્તિને દાન કરવું.

શનિવારના દિવસે પોતાના ઘરની બહાર માટીના કોડિયામાં ચાર વાટનો દિવો ઘી અથવા તલના તેલનો કરી મૂક્વો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો