રોજીદના તલાટીમંત્રી ૧૦ હજારની લાંચ લેતાં પકડાયાં - Sandesh
NIFTY 10,154.20 -95.05  |  SENSEX 33,033.09 +-284.11  |  USD 64.8800 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • રોજીદના તલાટીમંત્રી ૧૦ હજારની લાંચ લેતાં પકડાયાં

રોજીદના તલાટીમંત્રી ૧૦ હજારની લાંચ લેતાં પકડાયાં

 | 2:06 am IST

ભાવનગર, તા.૭

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે રહેતાં ધર્મેન્દ્રભાઈ ધનજીભાઈ ડુંગરાણીના મિત્રના વાડા-પ્લોટ સરકારી જમીનની આકારણી કરવાના તેમજ ગ્રામપંચાયતના રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવા પેટે રોજીદ ગામના તલાટી કમ મંત્રી આશીષકુમાર હસમુખભાઈ મોદી (રહે.સાળંગપુર, તા.બરવાળા)એ અરજદાર ધર્મેન્દ્રભાઈ પાસે રૃા.૧૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. જેથી ધર્મેન્દ્રભાઈ ધનજીભાઈ ડુંગરાણીએ ભાવનગર એસીબી પોલીસ મથકના પીઆઈ ઝેડ.જી.ચૌહાણનો સંપર્ક કરી લાંચિયા તલાટી મંત્રી આશીષકુમાર મોદી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબી પીઆઈ ચૌહાણ, હેકો. સતીષભાઈ ચૌહાણ, મહાવીરસિંહ ગોહિલ,ડી.કે.બારૈયા, અરવિંદભાઈ વંકાણી, પોકો.કમલેશભાઈ વાઘેલા, મહિપતસિંહ ગોહિલ, માલાભાઈ ભરવાડ સહિતનાએ છટકું ગોઠવ્યું હતુ. દરમિયાનમાં આરોપી તલાટીમંત્રી આશીષ મોદી ફરિયાદીના ઘરે આવતાં લાંચની રકમ રૃા.૧૦હજાર સ્વીકારતાં રંગેહાથ એસીબી ટીમના હાથે પકડાઈ ગયા હતા.

;