રોજેરોજ સરવેની કામગીરી કરીને વસૂલાત માટે જોર ઃ ૨૦૧૭-૧૮માં રૃ.૩૧૦૦ કરોડ વસૂલવામાં આવ્યા હતાં - Sandesh
  • Home
  • Baroda
  • રોજેરોજ સરવેની કામગીરી કરીને વસૂલાત માટે જોર ઃ ૨૦૧૭-૧૮માં રૃ.૩૧૦૦ કરોડ વસૂલવામાં આવ્યા હતાં

રોજેરોજ સરવેની કામગીરી કરીને વસૂલાત માટે જોર ઃ ૨૦૧૭-૧૮માં રૃ.૩૧૦૦ કરોડ વસૂલવામાં આવ્યા હતાં

 | 3:48 am IST

 

વડોદરાના ્ડ્ઢજીના રૃ.૩૮૦૦ કરોડના લક્ષ્યાંક માટે ૮૦૦ કરોડ જરૃરી

ા વડોદરા ા

વડોદરા વિભાગમાંથી ઇન્કમટેક્સને ટીડીએસના રૃ.૩૮૦૦ કરોડની વસૂલાત માટે સીબીડીટીએ લક્ષ્યાંક આપ્યો છે. અત્યાર સુધીમાં રૃ.૩૦૦૦ કરોડની વસૂલાત થઇ છે. હવે ૪૨ દિવસમાં જ તંત્રને રૃ.૮૦૦ કરોડની વસૂલાત ટીડીએસ પેટે કરવાની જરૃર છે ત્યારે હવે રોજેરોજ સરવે કરીને વસૂલાત અભિયાન ચલાવવામાં આવશે.

ઇન્કમટેક્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ટીડીએસની વસૂલાત માટે ખાસ અભિયાન ચલાવીને લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે. હવે તંત્રની નજર ૧૫મી માર્ચ સુધીના એડવાન્સ ટેક્સના છેલ્લા અને ચોથા ત્રિ-માસિક સમયના એડવાન્સ ટેક્સની વસૂલાત ઉપર છે. એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ગત વર્ષ જેટલો જ કે તેથી વધુ પ્રમાણમાં કંપનીઓ પાસેથી મળે તે માટે ભાર મૂકવામાં આવ્યો છે.

અગ્રણી કંપનીઓના એડવાન્સ ટેક્સમાં ૧૦ ટકાની વૃદ્ધિ

અગ્રણી કંપનીઓ જેવી કે સનફાર્મા, એલેમ્બિક, ઓએનજીસી, જીએસએફસી, સ્નાઇડર, વેલસ્પન, જીએસીએલ, જીયુવીએનએલ, જીસેક, ગેટકો, એફએજી વગેરે દ્વારા ગત વર્ષે આ સમયમાં ચૂકવાયેલા એડવાન્સ ટેક્સની તુલનાએ સરેરાશ ૧૦ ટકા વધુ એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.

જનરલ મોટર્સ બંધ થતાં ટેક્સની આવકમાં ગાબડું

હાલોલ ખાતેની જનરલ મોટર્સ બંધ થઇ છે, તેના પગલે બે વર્ષથી ઇન્કમટેક્સ વિભાગની ટીડીએસ સહિતની કરની આવકમાં ગાબડું પડયું છે. જનરલ મોટર્સની તમામ પ્રકારની ચુકવણીઓ ઉપર ટીડીએસ તંત્રને મળતો હતો તે હવે બંધ થયો છે. બીજી તરફ ૬૦૦ ઉપરાંત કાયમી અને ૧૦૦૦ જેટલા કોન્ટ્રાક્ટ કામદારોનું વેતન બંધ થતાં ઇન્કમટેક્સ પેટે મળતો કર પણ તંત્રને મળતો બંધ થયો છે.

એમજી મોટર્સ દ્વારા મુંબઇમાં ટેક્સ ભરાય છે

હાલોલમાં એમજી મોટર્સનો પ્લાન્ટ સ્થપાયો છે ત્યારે તેની ટીડીએસ સહિતની ઇન્કમટેક્સની ચુકવણી મુંબઇ ખાતેથી થાય છે. તંત્રની અપેક્ષા હતી કે, વડોદરામાંથી ટેક્સ ભરપાઇ થશે, તે ફળીભૂત થઇ નથી. એક અંદાજ મુજબ ટીડીએસની રૃ.૧૦ કરોડ સહિત અન્ય ટેક્સની રૃ.૨૫ કરોડની ખોટ જશે તેમ મનાય છે.

એક અગ્રણી ઇન્ડસ્ટ્રિઝે વડોદરાથી ટેક્સ ભરવાનું બંધ કર્યું

એક અગ્રણી ઇન્ડસ્ટ્રિઝ જૂથની કંપનીઓનો રૃ.૩૦૦ કરોડનો ઇન્કમટેક્સ વડોદરાને મળતો બંધ થયો છે. આ જૂથની કંપનીઓનો ટેક્સ મુંબઇ ખાતેથી ભરવાનું શરૃ થયું છે, તેની અસર પણ સમગ્ર ટેક્સ વસૂલાત ઉપર આવશે. અન્ય કેટલીક ઇન્ડસ્ટ્રીઝ પણ બીજા શહેરમાં ટેક્સ ભરે છે.

ટીડીએસ વિભાગમાં ચાર ઇન્સ્પેક્ટરો મુકાયા

ટીડીએસ વિભાગમાં વધુ ચાર ઇન્સ્પેક્ટરોની ફાળવણી ચીફ કમિશનર ડો.રનંજયસિંહ દ્વારા કરવામાં આવી છે. ડો.રનંજયસિંહ સમક્ષ ટીડીએસ કમિશનરે રજૂઆત કરી હતી કે, ટીડીએસ વસૂલવા માટે વધુ સ્ટાફ આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;