રોટલા બને છે ફેફડા બળે છે... - Sandesh
1.6M
1M
1.7M
APPS

રોટલા બને છે ફેફડા બળે છે…

 | 12:30 am IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો છે. મે, ૨૦૧૬માં શરૃ થયેલી આ યોજના ધુમાડામુક્ત બહેતર ગ્રામીણ ભારતનો ઉદ્દેશ ધરાવે છે. ગરીબી રેખા હેઠળના ગ્રામીણ અને શહેરી પરિવારના મહિલાઓને આ યોજનામાં રાંધણ ગેસનું નિઃશુલ્ક જોડાણ આપવામાં આવે છે. બીજા તબક્કામાં સરકારે વધુ ઉદાર બનીને માત્ર એલપીજી કનેક્શન જ નહીં, પહેલું સિલિન્ડર અને એક સગડી પણ મફ્ત આપવાની જોગવાઈ કરી છે.

૨૪ કરોડ પરિવારોના બનેલા ભારત દેશમાં ૧૦ કરોડ કરતાં વધુ પરિવારો પાસે રાંધવા માટેના ગેસનો અભાવ છે. તેઓ રાંધવા માટે લાકડાં, કોલસા, છાણાં અને કેરોસીનનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની ઘરોની વસતીગણતરીના આંકડા પ્રમાણે દેશમાં ૪૯ ટકા લોકો રસોઈ માટે જલાઉ લાકડાંનો, ૨૮.૬ ટકા એલપીજીનો અને ૮.૯ ટકા છાણાંનો વપરાશ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અભ્યાસમાં સમગ્ર દેશનાં ૬૭.૪ ટકા ઘરોમાં રાંધવા માટે ઘન ઇંધણોનો ઉપયોગ થતો હોવાનું નોંધાયું છે. ગામડાઓમાં તેનું પ્રમાણ ૮૬.૫ ટકા અને શહેરોમાં ૨૬.૧ ટકા છે.

માટી કે લોખંડના ચૂલા પર લાકડાં, છાણાં, કોલસા અને બીજાં ઘન ઇંધણોથી રાંધવાને કારણે ધુમાડો ઉત્પન્ન થાય છે. આ ઇંધણોથી પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણની રસોઈ કરતી સ્ત્રીઓ અને તેમનાં બાળકોનાં આરોગ્ય પર માઠી અસર થાય છે. ધુમાડો તેમનાં ફ્ેફ્સાંમાં જાય છે. જે અનેક ગંભીર બીમારીઓ સર્જે છે. ગ્રામીણ ભારત અને શહેરી ઝૂંપડપટ્ટીઓની મહિલાઓ ફ્ેફ્સાં બાળીને રોટલા બનાવે છે. રસોઈ કરતી સ્ત્રીઓ જ નહીં ઘરના અડધોઅડધ સભ્યો ધુમાડા અને મેશની અસરો સહન કરે છે.

દર કલાકે ચારસો સિગારેટ પીવા જેટલો ધુમાડો લાકડાં અને બીજાં ઇંધણથી રાંધતી મહિલાઓનાં ફ્ેફ્સાંમાં જાય છે. ઘન બળતણોથી રાંધવાને કારણે પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણથી શ્વસન રોગ, ટી.બી. ન્યૂમોનિયા, સ્વરયંત્ર અને ફ્ેફ્સાંનું કેન્સર, દમ, મોતિયો, અંધાપો અને અન્ય રોગ થાય છે. બાહ્ય કરતાં ગૃહ પ્રદૂષણ દસ ગણી વધારે ખરાબ અસરો જન્માવે છે. પ્રદૂષણકારી બળતણના રાંધવામાં ઉપયોગથી ભારતમાં વરસે ૧૩ લાખ લોકોનાં મોત થતાં હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે. ગરીબી અને જાણકારીના અભાવે લોકોને પ્રદૂષિત બળતણનો વપરાશ કરવાની મજબૂરી છે. પ્રદૂષિત ઇંધણના વપરાશથી પેદા થતા કાર્બન મોનોક્સાઈડની અસર ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભનાં બાળકો પર પણ પડે છે. આવી ગર્ભવતી સ્ત્રીઓનાં પ્રસૂતિ દરમિયાન મોત અને ઓછા વજનનાં બાળકોની શક્યતા રહે છે.

રોટલા નહીં ફ્ેફ્સાં શેકતી સ્ત્રીઓને આવા હાનિકારક બળતણના ઉપયોગમાંથી મુક્તિ અપાવી મોત અને આરોગ્યનાં જોખમોથી ઉગારવા સાથે પ્રદૂષણ નિયંત્રણ, વનસંરક્ષણ અને બહેતર જીવનના હેતુથી ઉજ્જવલા યોજનાનો આરંભ થયો હતો. તેનાં કેટલાંક સારાં પરિણામો પણ જોવા મળ્યાં છે. તો યોજનાની મર્યાદાઓ પણ જણાઈ છે. ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં મહિલાઓના નામે મફ્ત ગેસ કનેક્શન અને ગેસ સિલિન્ડરમાં સબસિડી મળી હતી, પરંતુ ગેસની સગડી લાભાર્થી મહિલાએ સ્વખર્ચે કે લોનનાં નાણાંથી ખરીદવાની હતી. બીપીએલ કે ગરીબીની રેખાતળેનાં કુટુંબોને આ લાભ મળવાનો હતો. તેમણે ગરીબી-અભાવ અને મોત-બીમારી વચ્ચે પસંદગી કરવાની હતી. શરૃઆતમાં તેમણે આરોગ્યની પસંદગી કરી, પણ તેમનાં ખાલી ખિસ્સાંને આ પસંદગી ભારે પડી. રસોઈ ગેસનો ખાલી બાટલો ભરાવવાનો ભારે પડવાના અનેક બનાવ જોવા મળ્યા છે.

૨૦૧૯માં પ્રકાશિત, ૨૦૧૬થી ૨૦૧૮નાં અઢીએક વરસોના ઓડિટનો, કેગનો અહેવાલ જણાવે છે કે દેશમાં ૨૦૧૫-૧૬માં કુલ એલપીજી કવરેજ ૬૧.૯ ટકા હતું. તે ૨૦૧૮-૧૯માં વધીને ૯૪.૩ ટકા થયું છે. અર્થાત્ એલપીજીધારકોનું પ્રમાણ ચાર વરસમાં ૩૨.૪ ટકા વધ્યું છે. કુલ એલપીજી વપરાશકારોમાં ઉજ્જવલાના લાભાર્થીઓ અને ઉજ્જવલા સિવાયના વપરાશકારોમાં ગેસ સિલિન્ડર રિફ્ીલ કરાવવાના પ્રમાણની સરખામણી કરતાં કેગને જાણવા મળ્યું કે ઉજ્જવલાના લાભાર્થીઓ ગેસનું જોડાણ તો મેળવી લે છે, પરંતુ તેનો નિરંતર વપરાશ કરી શકતા નથી. ઉજ્જવલા લાભાર્થીઓ બિનલાભાર્થીઓની તુલનામાં અડધા જ સિલિન્ડર રિફ્ીલ કરાવે છે. ૨૦૧૮-૧૯માં બિનઉજ્જવલા લાભાર્થી વરસે સરેરાશ ૬.૭ ગેસ સિલિન્ડર વાપરતા હતા જ્યારે ઉજ્જવલાના લાભાર્થી ૩.૦ સિલિન્ડર જ વાપરતા હતા.

નિઃશુલ્ક મળવાને કારણે ગેસ કનેક્શનો વધ્યાં હતાં, પણ એલપીજીના ભાવો લાભાર્થી ગરીબોને પરવડતા ન હોઈ જોડાણના પ્રમાણમાં ગેસના બાટલાનો ઉપાડ વધ્યો નથી. રસોઈ સગડી અને સિલિન્ડર ઉજ્જવલાના લાભાર્થીએ સ્વખર્ચે કે લોનથી મેળવવાનાં હતાં. ગરીબીને કારણે લોકો જેમ સિલિન્ડર રિફ્ીલ કરાવી શકતા નથી તેમ લોનના હપ્તા પણ ભરી શકતા નથી. તેને કારણે રૃ. ૧૨૩૫ કરોડની લોન રિકવરી બાધિત થયાનો અંદાજ છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફ્સિનો ૨૦૧૮નો સરવે જણાવે છે કે ઉજ્જવલા યોજનાના ૪૩ ટકા લાભાર્થીઓ એક વાર ગેસનો ઉપયોગ કર્યા પછી તેમના પરંપરાગત બળતણનો આશરો લે છે, કેમ કે ગામડાઓમાં લગભગ ૬૦થી ૭૦ ટકા લોકોને બળતણનાં લાકડાં અને છાણાં મફ્ત મળે છે. ઉજ્જવલા યોજનાના ૭૦ ટકા લાભાર્થીઓમાંથી ૪૦ ટકા તો દેશના તળિયાના ગરીબો છે. એનએસઓનો સરવે દેશના ૨૦ ટકા ગરીબોનો સરેરાશ માસિક ખર્ચ રૃ. ૧૦૬૫/- આંકે છે. જ્યારે ગેસનું એક સિલિન્ડર આશરે રૃ.૮૫૦/-નું છે. જે તેના સરેરાશ માસિક ખર્ચ રૃ.૧૦૬૫/-નો એટલો મોટો હિસ્સો છે કે તેને ગેસ સિલિન્ડર ખરીદવાનું માંડી વાળવું પડે છે.

જો સ્થિતિ આ હોય તો કરવું શું? ઉજ્જવલા યોજનાના લાભ તેના ગરીબ લાભાર્થીઓના ગળે ઉતારવા સરકારે યોજનાના કારણે ઘરેલુ વાયુ પ્રદૂષણ ઘટયાના અને આરોગ્યમાં સુધારો થયાના માપદંડો તાકીદે ઊભા કરવા જોઈએ. સરકાર કોરોનાકાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને થોડું અન્ન મફ્ત આપે છે તેમ ઉજ્જવલાના લાભાર્થીઓને વરસે ત્રણ સિલિન્ડર મફ્ત આપવાની છે. આ યોજનાનો સમયગાળો લંબાવી શકાય. હાલમાં ઉજ્જવલાના લાભાર્થી ગરીબોનાં ઘરોમાં એલપીજીના વપરાશ માટે જરૃરી સલામતી જોવા મળતી નથી. લાભાર્થીઓનાં ઘરો ઘણાં નાનાં છે, હવાઉજાસનો અભાવ છે, અલાયદાં રસોડાં જ નથી તો પછી એલપીજીના સલામત વપરાશ માટેના સ્ટેન્ડિંગ કિચનની તો વાત ક્યાંથી થઈ શકે. એટલે ગ્રામીણો અને શહેરી ગરીબો જે પરંપરાગત ઇંધણો રસોઈ માટે વાપરે છે તેને બિનજોખમી અને વધુ કુશળતાથી વાપરવાના વિકલ્પો વિચારવા જોઈએ. ઊર્જાના અન્ય વિકલ્પોની શોધ સતત ચાલે છે. તેમાં સૂર્ય ઊર્જાનો વિકલ્પ અજમાવી શકાય. બિનકૃષિ ક્ષેત્રોમાં વૈકલ્પિક ઊર્જાનો વપરાશ વધાર્યા સિવાય પરંપરાગત બળતણનો ઉપયોગ વધશે નહીં તે બાબત ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.

દ્બટ્વરીિૈઅટ્વષ્ઠરટ્વહઙ્ઘેજ્રખ્તદ્બટ્વૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન