રોમાંચ બાદ અમેરિકા સામે 2-3થી હારી ભારતીય મહિલા હોકી ટીમ - Sandesh
  • Home
  • Sports
  • રોમાંચ બાદ અમેરિકા સામે 2-3થી હારી ભારતીય મહિલા હોકી ટીમ

રોમાંચ બાદ અમેરિકા સામે 2-3થી હારી ભારતીય મહિલા હોકી ટીમ

 | 4:55 pm IST

ઓલિમ્પિકની તેયારી માટે અમેરિકાના પ્રવાસે ગયેલ ભારતીય મહિલા હોકી ટીમને પોતાની પહેલી મેચમાં એફઆઈએચ ચેમ્પિયન ટ્રોફીમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અમેરિકા ટીમ સામે રસાકસી બાદ 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેચમાં ઘણો સંઘર્ષ કર્યો હતો પરંતુ મેચની 48મી મીનિટમાં અમેરિકાની કેલ્સી કોલોજેજચિકના ત્રીજા ગોલના લીધે અમેરિકન ટીમે જીત મેળવી લીધી હતી.

મેચના છઠ્ઠા મીનિટમાં અમેરિકાની કેથલીન શાર્કીએ ગોલ કરીને પોતાની ટીમને 1-0 લીડ અપાવી હતી. જ્યારે ભારતીય ખેલાડી વંદના કટારિયાનો ગોલ પોસ્ટને અડીને નિકળી ગયો હતો. બીજા રાઉન્ડમાં પણ ભારતીય ટીમે સારૂ પ્રદર્શન બતાવ્યું હતું અમેરિકન ટીમને ગોલ કરતા રોકી રાખી હતી. બંને ટીમો હાફ ટાઈમ સુધી 1-0 સ્કોર પર રહી હતી.

અમેરિકાએ 31મી મીનિટે બીજો ગોલ કરી લીધો હતો. જેના કારણે ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય ટીમ તરફથી પ્રિતિ દુબેએ 33મી મીનિટે ગોલ કરીને ભારતને મેચમાં બનાવી રાખી હતી તેની સાથે જ 38 મીનિટે દીપિકાએ વધુ એક ગોલ ફટકારી દીધો હતો. દીપિકાના ગોલ સાથે જ ભારત અને અમેરિકા 2-2ના સ્કોર ઉપર આવી ગયા હતા. પરંતુ છેલ્લા સમયે અમેરિકાન કેલ્સીએ ગોલ કરીને પોતાની ટીમને વિજય બનાવી દીધી હતી. જો કે ભારતીય ટીમે પણ ખૂબ જ શાનદાર રમત રમી હતી.