લંચ બોક્સમાંથી વાસ દૂર કરવાના આ ઉપાયો છે એકદમ બેસ્ટ, ખબર છે તમને? - Sandesh
  • Home
  • Lifestyle
  • લંચ બોક્સમાંથી વાસ દૂર કરવાના આ ઉપાયો છે એકદમ બેસ્ટ, ખબર છે તમને?

લંચ બોક્સમાંથી વાસ દૂર કરવાના આ ઉપાયો છે એકદમ બેસ્ટ, ખબર છે તમને?

 | 11:13 am IST

તમે હંમેશા જોયુ હશે કે, લંચ બોક્સમાંથી ખાદ્ય-પદાર્થોની વાસ ગમે તેટલા પ્રયત્ન કર્યા પછી પણ આવતી જ હોય છે. જો કે ટિફિન ધોયા પછી પણ ભોજનની મહેક અને તેમાં લાગેલું તેલ સાફ થવાનું નામ નથી લેતું. તમને જાણીને નવાઇ લાગશે કે, આ વસ્તુ હંમેશા પ્લાસ્ટિકના ટિફિનમાં જ થાય છે, કારણકે પ્લાસ્ટિકનો ગુણ છે કે, તે પોતાની આસ-પાસની વસ્તુઓની સુંગધ પોતાનામાં સમાવી લે છે.
 
ધૂપમાં રાખો
લંચ બોક્સમાંથી વાસ દૂર કરવાની સૌથી સરળ રીત એ છે કે, તેને તમે ધોઈને આખો દિવસ તાપમાં રાખો. જેથી કરીને તેને સારી રીતે તડકો મળશે અને તેમાંથી વાસ દૂર થશે.
 
હવા લાગવા દો

ટિફિનને સારી રીતે ધોઈને તેના બધા ડબ્બાઓને ખુલ્લામાં મુકીને હવા લાગવા દો.
 
છાપું

લંચ બોક્સને ગરમ પાણીમાં સાબુ મિક્સ કરીને સૌ પ્રથમ ધોઇ લો. પછી ડબ્બાને સુકવીને તેમાં છાપુ વાળીને મુકી દો. આ સાથે જ્યારે તમારે ટિફિનનો ઉપયોગ કરવો હોય ત્યારે ડબ્બામાંથી પેપર કાઢીને તેને સાફ પાણીથી ધોઈને ઉપયોગ કરો.
 
બ્લીચિંગ વિધિ
એક ચમચી ઘરે પ્રયોગ કરાતું બ્લીચિંગ લઈને તેમાં ગરમ પાણી નાંખો. બાદમાં તેને મિક્સ કરીને ટિફિનમાં ભરી દો. આમ તેને એક કલાક સુધી રહેવા દો અને પછી સાબુથી ધોઈ નાખો. આવું કરવાથી તેમાં રહેલા બેકટીરિયા અને કીટાણુ સાફ થઈ જશે.
 
સિરકા
ટિફિનમાંથી આવતી વાસ હટાવવા માટે તમે સિરકાનો પણ પ્રયોગ કરી શકો છો. સિરકા પાણીના સાથે મિક્સ કરીને ડબ્બામાં નાખી ઉપરથી ઢાકણું બંધ કરી દો અને થોડી વાર પછી તેને સાફ કરી લો.