લખપત બીઓપી નજીકથી પકડાયેલો બાંગ્લાદેશી કિશોર જેઆઇસીમાં મુકાયો - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • લખપત બીઓપી નજીકથી પકડાયેલો બાંગ્લાદેશી કિશોર જેઆઇસીમાં મુકાયો

લખપત બીઓપી નજીકથી પકડાયેલો બાંગ્લાદેશી કિશોર જેઆઇસીમાં મુકાયો

 | 2:00 am IST
  • Share

ભારત-પાકિસ્તાનના સંબંધો અંગેના દરરોજ કંઇક નવા જૂનીના સમાચારો સાંભળવા મળતા હોય છે તે વચ્ચે બુધવારનાં લખપત બીઓપી પાસેથી બીએસએફની ટુકડી દ્વારા બાંગ્લાદેશી કિશોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને દયાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા બાદ દયાપર પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં કંઇ વાંધાજનક નહીં જણાતાં તેને જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો છે, જોકે ત્યાં વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે તેમાં કંઇ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
બુધવારે સવારે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં લખપત બીઓપી ખાતે બીએસએફની ટીમે બોર્ડર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કિશોરને અટકાવી તેની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં તે કિશોર બાંગ્લાદેશનો વતની હોવાનંુ અને તેનું નામ એમડી ઝકરિયા ખુરશીદ આલમ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બીએસએફની ટીમે કિશોરની ઉંડાણ પૂર્વક પૂછતાછ કરી હતી, ત્યારબાદ તેને દયાપર પોલીસને સોંપવામાં આવ્યો હતો. એમડી ઝકરિયા પાસેથી રોકડા રૂ. ૧,૮૩૦ તથા બે વિઝિટિંગ કાર્ડ મળી આવ્યા હતા. આ કિશોર બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસીને ટ્રેન મારફતે કચ્છમાં આવ્યો હતો અને સરહદ પાર કરીને પાકિસ્તાનને ત્યાંથી તુર્કી જવાની ફિરાકમાં હતો. જોકે, તેનો મનસૂબો પાર પડે તે પહેલાં જ બીએસએફ દ્વારા પકડાઇ ગયો હતો. દયાપર પોલીસે ગુરુવારે તેને જેઆઇસીમાં મોકલી આપ્યો છે. હવે જેઆઇસીમાં તેની વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાશે. આ અંગે દયાપર પીએસઆઇ અંકુશ ગેહલોતે જણાવ્યું હતું કે, પકડાયેલા બાંગ્લાદેશી કિશોરને જેઆઇસીમાં મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો