લગ્નના 10 જ દિવસમાં બાળકનો જન્મ, જાણો કેવી રીતે - Sandesh
  • Home
  • India
  • લગ્નના 10 જ દિવસમાં બાળકનો જન્મ, જાણો કેવી રીતે

લગ્નના 10 જ દિવસમાં બાળકનો જન્મ, જાણો કેવી રીતે

 | 4:26 pm IST

લગ્નના 10 જ દિવસમાં નવવધુએ બાળકને જન્મ આપ્યો અને સાસરિયાઓએ તેનો સ્વીકાર પણ કરી લીધો છે. આ કોઈ ટેકનોલોજીનો ચમત્કાર નથી. અત્યંત ટૂંકા ગાળામાં બાળકના જન્મ વિશે પૂછવામાં યુવતીએ કહ્યું હતું  કે ગામનો યુવક કાશીરામ સિલવાતે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. નવોઢાએ હવે એટલે કે 10 મહિના પછી ગામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવાઈની વાત એ છે કે છેલ્લાં એક વર્ષની યુવતીને તેનો પતિ પણ મળતો હતો અને બંને શરીર સુખ માણતા હતાં. યુવતીના માતાપિતા નથી અને તેના ભાઈઓ સાથે પરવલિયા પાસેના ગામમાં રહે છે. જ્યારે તેનું સાસરું રાયસેન જિલ્લાના મોતીપુરામાં છે.

મહિલાએ નવમી જુલાઈએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં અને લગ્નના 10 દિવસ પછી તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાથી સાસરિયા પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતાં. સાસરિયાઓએ આ અંગે પૂછયું તો નવવધુએ કહ્યું હતું કે ગામનો કાસીરામના યુવકે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી અનેકવાર મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના મેડિકલ ટેસ્ટ કરાવાયો છે. ત્યારપછી બાળક તથા તેના પતિનો ડીએનએ ટેસ્ટ કરાશે. મહિલા એકદમ તંદુરસ્ત છે. આ કારણ જ તે ગર્ભવતી હોવાની તેના પતિ કે માતાપિતાને ખબર જ પડી  ન હતી.