લગ્ન કરીને પતિ સાથે સુખી જીવન માણતી આ યુવતીએ કર્યું હતું એવું કામ, વાંચીને કાંપી જશો, photos - Sandesh
  • Home
  • NRI
  • લગ્ન કરીને પતિ સાથે સુખી જીવન માણતી આ યુવતીએ કર્યું હતું એવું કામ, વાંચીને કાંપી જશો, photos

લગ્ન કરીને પતિ સાથે સુખી જીવન માણતી આ યુવતીએ કર્યું હતું એવું કામ, વાંચીને કાંપી જશો, photos

 | 4:11 pm IST

પ્રેમમાં કેટલીક વાર પ્રેમીઓ પોતાની હદ પાર કરી જતાં હોય છે અને પ્રેમનો ફાયદો ઉઠાવી રેપ જેવી ધૃણાસ્પદ હરકતને અંજામ આપતા હોય છે. પ્રેમી દ્વારા કરવામાં આવતી આવી કેટલીક હરકતો ભયંકર રૂપ ધારણ કરી લે છે. મેડિકલ છાત્રા મૂંદીલ માહિલનું નામ સાંભળતા જ 2012ની ઘટના તાજી થઈ જાય છે, જેમાં મૂંદીલે પોતાના બોયફ્રેન્ડ ગગનદીપને બળાત્કાર કરવાની કોશિશ કરવા બદલ એવી સજા આપી કે જે તમે વિચારી પણ ના શકો.

આ વાત તે જ મૂંદીલ માહિલની છે જેણે જેલમાં 3 વર્ષ પસાર કર્યાં બાદ લગ્ન કરી લીધા છે અને તેના ફોટોઓ સામે આવ્યાં છે જેમાં તે પોતાના પતિ વરિંદર સિંહ સાથે ખૂબ જ ખુશ નજર આવે છે. લગ્ન બાદનાં આ ફોટાઓમાં તેના બોયફ્રન્ડને મારવાનો કોઈ ગમ તેનામાં દેખાતો નથી.

ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા દક્ષિણ પૂર્વ લંડનમાં એક ભયાનક બનાવ બન્યો હતો. જેમાં એક પ્રવાસી ભારતીય ટીવી કારોબારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાને અંજામ દેનાર કોઈ બીજી નહીં પરંતુ મૂંદીલ જ હતી. તેણીએ પોતાના 2 મિત્રો સાથે મળી આ ધટનાને અંજામ આપ્યો હતો. નોંધપાત્ર છે કે ગગનદીપ નામનાં એક વ્યક્તિએ મેડિકલ વિદ્યાર્થિની મૂંદીલ માહિલ સાથે કથિત રીતે બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ આ વ્યક્તિને કેવી સજા મળી તે જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.

બળાત્કાર કરવાની કોશિશના 6 મહિના બાદ માહિલે ગગનદીપ સામે બદલો લેવા માટે પોતાના ઘરે બોલાવ્યો. જ્યાં તેણીએ હરવિંદર શોકર અને ડેરેન પીટર્સને પહેલાથી જ બોલાવેલ હતાં. ઘરમાં આ બંનેએ ગગનદીપ સિંહને ખૂબ જ માર્યો અને બ્લેકહીથ લઈ ગયાં. જ્યાં તેઓએ ગગનદીપને સળગતી કારમાં મરવા માટે છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં અદાલતે આ ગુનાનાં કારણે શોકરને 22 વર્ષ અને પીટર્સને 12 વર્ષની તેમજ માહિલને ગંભીર ઈજા કરવાના કારણે આરોપમાં દોષી ઠહેરાવતા 6 વર્ષની સજા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન