લગ્ન તથા અન્ય બાબતે જીવનમાં સફળતા ક્યારે મળશે? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • લગ્ન તથા અન્ય બાબતે જીવનમાં સફળતા ક્યારે મળશે?

લગ્ન તથા અન્ય બાબતે જીવનમાં સફળતા ક્યારે મળશે?

 | 12:30 am IST
  • Share

પ્રશ્ન ઃ મારું નામ અલ્પેશભાઇ (જિ. રાજકોટ) છે. મારી જન્મતારીખ ૧૩-૦૮-૧૯૯૦ છે. સગપણ માટે ઘણા પ્રયત્નો ચાલે છે. સફ્ળતા મળતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર ઃ તમારો જન્મ શ્રાવણ વદ સાતમ (શીતળા સાતમ) સોમવારે છે. જન્મ નક્ષત્ર ભરણી છે. તેથી ચંદ્રરાશિ મેષ  સાચી છે. મોસાળ પક્ષની વ્યક્તિઓ તરફ્થી સહયોગ મળે તેવા પ્રયત્નો કરવાની સલાહ છે. નવેમ્બર, ૨૦૨૧થી સારો સમય ગણાય. તેમાં વિશેષ મહેનત કરવી પડશે. સમય સંજોગો અનુસાર ઉદાર વલણ અપનાવવાની સલાહ છે.

(૧) રવિવારે, સોમવારે તથા ગુરુવારે મહત્ત્વનું આયોજન ગોઠવી શકાય. (૨) દરરોજ વહેલી સવારે સૂર્યનારાયણના દર્શન કરવા. (૩) માણેક (સૂર્યનું રત્ન) ધારણ કરી શકાય.

પ્રશ્ન ઃ મારું નામ વિનોદભાઇ (જિ. રાજકોટ) છે. મારી જન્મ તારીખ ૨૪-૦૧-૧૯૯૪ છે. પાત્ર પસંદગી માટે ઘણાં પ્રયત્નો અને મહેનત કરવા છતાં સફ્ળતા મળતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર ઃ  તમારો જન્મ પોષ સુદ બારસને સોમવારે છે. જન્મ નક્ષત્ર મૃગશીર્ષ છે. ચંદ્રરાશિ વૃષભ છે. તમારું નામ રાશિ મુજબ સાચુ છે. કુંડળીમાં મંગળદોષ નથી. વધુ પડતી ચિંતા કરવાને બદલે પોઝિટિવ બનીને  ઉદાર વલણ અપનાવવાથી  સરળતા રહેશે. ઓક્ટોબર, ૨૦૨૧થી જૂન, ૨૦૨૨નો સમય વધુ યોગકારક ગણી શકાય. તેમાં આયોજનપૂર્વક મહેનત વધારવાની સલાહ છે.

(૧) દરરોજ સવારે સૂર્યનારાયણના દર્શન કરવાથી અવરોધ હળવા થાય, અનુકૂળતા વધે. (૨) દર સોમવારે શિવ પાર્વતીજીના ભાવપૂર્વક દર્શન કરવાની સલાહ છે. (૩) શનિવારે પ્રયત્નો કરવાની સલાહ નથી.

પ્રશ્ન ઃ મારું નામ ર્હાિદક (જિ. જામનગર) છે. જન્મતારીખ ૧૧-૦૪-૧૯૯૨ છે. મારા સગપણ માટે  વિશેષ પ્રયત્નો કરવા છતાં હજુ વિલંબ થાય છે. જીવનમાં સફ્ળતા ક્યારે મળશે?

ઉત્તર ઃ તમારા જન્મની વિગતો મુજબ ચૈત્ર સુદ નવમી (રામનવમી) ને શનિવારે જન્મ છે. જન્મનક્ષત્ર પુષ્ય છે. ચંદ્રરાશિ કર્ક છે. નામ રાશિ મુજબ છે. પાત્ર પસંદગી માટે હાલમાં યોગકારક સમય ચાલે છે. વાડ વિના વેલો ચડતો નથી. આપના યોગ્ય સ્નેહીજનોના સાથ સહકારથી આગળ વધો. મંગળ દોષ કે શનિ દોષ અંગે વધુ પડતો ભય રાખવાની જરૃર નથી. પિતરાઇ ભાઇ બહેનો તરફ્થી યોગ્ય સહકાર મળે તો વધુ સરળતા રહે. આગામી નવેમ્બર, ૨૦૨૧થી ઓક્ટોબર, ૨૦૨૨નો સમય યોગકારક જણાય છે.

દરરોજ સૂર્યનારાયણ તથા હનુમાનજીની ભક્તિ કરવાની સલાહ છે. (૨) કુળદેવી માતાજીની ભક્તિ દર રવિવારે, મંગળવારે તથા પૂનમના દિવસે કરવાથી અવરોધ હળવા થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો