લગ્ન નક્કી થવામાં આવી રહ્યાં છે વિઘ્ન? તો ચોક્કસથી લાભ આપશે આ સરળ ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • લગ્ન નક્કી થવામાં આવી રહ્યાં છે વિઘ્ન? તો ચોક્કસથી લાભ આપશે આ સરળ ઉપાય

લગ્ન નક્કી થવામાં આવી રહ્યાં છે વિઘ્ન? તો ચોક્કસથી લાભ આપશે આ સરળ ઉપાય

 | 5:15 pm IST

યુવક-યુવતીઓને યોગ્ય પાત્ર ન મળવાથી તેમના લગ્ન થવામાં સમય લાગે તે વાત સામાન્ય થઈ ગઈ છે. આ વાતના કારણે તેમના માતાપિતા ચિંતીત રહેતાં હોય છે. લગ્ન થવામાં યોગ્ય પાત્રની પસંદગી ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ નડતરરૂપ બનતી હોય છે. જો તમારા પરિવારમાં પણ કોઈ યુવક કે યુવતીનાં લગ્ન અકારણ  ટળતાં હોય તો આ ઉપાય કરવાથી તેમને અવશ્ય ફાયદો થશે.

લગ્ન લાયક યુવક-યુવતીઓએ સૂવાની દિશાનું ખાસ ધ્યાન રાખવું. યુવકોના પલંગની દિશા પૂર્વ તરફ હોવી જોઈએ તેમજ યુવતીઓ માટે ઉત્તર અથવા પશ્ચિમ દિશાઉત્તમ હોય છે. જો તમારા પલંગની દિશા આ પ્રમાણે ન હોય તો આજે જ પલંગની દિશા બદલી દેવાથી થોડા જ દિવસોમાં લાભ થવા લાગશે. આ સિવાય પલંગ ક્યારેય પણ દીવાલને અડાડીને ન રાખવો.

આ સિવાય બેડની નીચે નિયમિત સફાઈ કરો. જો તમને બેડ નીચે સામાન રાખવાની આદત હોય તો આજે જ આ આદત બદલી દેવી. તેનાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઉપરાંત બેડ નીચે ત્રાંબાનું માદળિયું રાખવું અથવા તો એક વાટકીમાં મીઠું ભરીને રાખવું આમ કરવાથી તમને ચોક્કસ લાભ થશે.