લગ્ન બાદ પતિની આ વાતો Best Friendsને પણ ન કહો - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • લગ્ન બાદ પતિની આ વાતો Best Friendsને પણ ન કહો

લગ્ન બાદ પતિની આ વાતો Best Friendsને પણ ન કહો

 | 7:22 pm IST

મિત્ર એક એવો શખ્સ છે, જેની સાથે આપણે આપણા દરેક સુખ-દુખ શેર કરીએ છીએ અને તેઓ હંમેશા આપણી મદદ માટે તૈયાર હોય છે. મિત્ર કેટલા પણ આપણાથી નજીક કેમ ન હોય, પરંતુ લાઇફના અનેક સીક્રેટ્સ એવા હોય છે. જેને સીક્રેટ્સ રહેવા દેવા જોઇએ. કોઇની પણ સાથે શેર કરવી ન જોઇએ. ખાસ કરીને લગ્ન બાદની વાત શેર ન કરવી જોઇએ. કારણકે એક ભૂલથી તામારા લગ્નજીવન પર પ્રભાવ પડી શકે છે. તો આવો જોઇએ ઘણી એવી વાતો જે લગ્ન બાદ બસ સિક્રેટ્સ જ બનેલા રહેવા જોઇએ.

1 નાણાકીય સ્થિતિ
ક્યારેય પણ મિત્રો સાથે તમારા ઘરના ખર્ચાને લઇને ચર્ચા ન કરો. ઘરના ખર્ચની વાતો ફક્ત પરિવારના સદસ્યો વચ્ચે રહે તો યોગ્ય છે. કારણકે આ વાત મિત્રો સાથે શરે કરવાનો કોઇ મતલબ નથી.

2 સાસુ-સસરા સાથે તમારો સંબંધ
યુવક હોય કે યુવતી, સાસુ અને સસરા સાથે તમારા સંબંધ કેવા છે, આ વાતની ચર્ચા કોઇની સાથે ન કરવી જોઇએ. તે પછી તમારા નજીકના મિત્રો જ કેમ ન હોય. જેનાથી સાસુ-સસરા સાથેના સંબંધ બગડી શકે છે. જેથી ઘરની વાતવને ઘરમાં જ રાખવી અને તેનો ઉકેલ લાવવો જોઇએ.

3 પતિ કે પત્નીનું ચરિત્ર
તમારા ફ્રેન્ડ્સ સાથે કે અન્ય વ્યક્તિી સાથે તમારા પતિ કે પત્નીના ચરિત્ર અંગે ક્યારેય પણ વાત કરવી જોઇએ. કારણકે બીજા લોકોની સામે તમારી જ મજાક બની જશે. તે સિવાય તમારી વચ્ચેના સંબંધ કેવા છે, આગળનું શુ પ્લાનિંગ છે. તે અંગે કોઇ અન્ય સાથે વાત ન કરો.

4 બેડરૂમ સીક્રેટ્સ
ભલે તમને તમારા ફ્રેન્ડ્સ સાથે ગોસિપ કરવાની પંસજ હોય, પરંતુ બેડરૂમની વાતોને સીક્રેટ્સ રહેવા દો. તમારા બેડરૂમથી જોડાયેલી કોઇપણ વાત તમારા ખૂબ નજીકના મિત્ર સાથે પણ શેર ન કરવી જોઇએ. કારણકે તેનાથી તમારા પતિ-પત્નીના સંબંધ પર અસર પડી શકે છે.