લાંભા વોર્ડમાં રસ્તા ધોવાઇ જતાં ખાડામાં પાણીનો ભરાવો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લાંભા વોર્ડમાં રસ્તા ધોવાઇ જતાં ખાડામાં પાણીનો ભરાવો

લાંભા વોર્ડમાં રસ્તા ધોવાઇ જતાં ખાડામાં પાણીનો ભરાવો

 | 1:26 am IST
  • Share

શહેરના લાંભા વોર્ડના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હોવા છતાં મ્યુનિ. દ્વારા રસ્તાના સમારકામની કોઇ કામગીરી કરાતી નથી. જેના કારણે વરસાદી માહોલમાં ડિસ્કો રસ્તાઓથી પસાર થવામાં લોકોને અકસ્માત થવાનો ભય રહેલો છે. રસ્તામાંથી રીતસર ડામર ધોવાઇ જતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જેને જોઇને સ્થાનિકો તંત્રને સંબોધીને કટાક્ષ કરે છે કે વિકાસના આ નમૂનાની ડિઝાઇન અન્ય ક્યાંય જોવા મળશે નહીં.

લાંભા વોર્ડના કોર્પોરેટર કાળુભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, લાંભામાં સામાન્ય વરસાદમાં ખરાબ રોડ-રસ્તાઓના સમારકામ અને ઉભરાતી ગટરોના નિરાકરણ માટે મ્યુનિ.ની દક્ષિણ ઝોનની કચેરીમાં છેલ્લા ૬ મહિનાથી રજૂઆત કરી હતી. હજી સુધી કોઇ કામગીરી કરવામાં આવતી જ નથી. લાંભા વોર્ડના શાહવાડી, મોતીપુરાથી રંગોલીનગર, હાઇફાઇ ફ્લેટ્સની સ્કીમ, જ્યોતીનગર, સત્યમનગર, દેવનગર, રાજીવનગર, વટવા કેનાલની બાજુમાં આવેલા અલીફનગર, બાગે કૌશર, ગોલ્ડન પાર્ક, સહિતના વિસ્તારોમાં ટીપી રોડ પણ બન્યા નથી. વોર્ડમાં ઠેર-ઠેર ગંદકી, કાદવકીચડ અને ઉભરાતી ગટરોના કારણે વિસ્તારના રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે કોર્પોરેટર તરીકે અમારી રજૂઆતને પણ મ્યુનિ. તંત્ર અવગણે છે. એટલે આગામી સમયમાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન