લાઇસન્સ રિન્યુ અને ડુપ્લિકેટ કઢાવવા ૯૦૦ લોકો આરટીઓ દોડી આવ્યા - Sandesh
 • Home
 • Newspaper
 • લાઇસન્સ રિન્યુ અને ડુપ્લિકેટ કઢાવવા ૯૦૦ લોકો આરટીઓ દોડી આવ્યા

લાઇસન્સ રિન્યુ અને ડુપ્લિકેટ કઢાવવા ૯૦૦ લોકો આરટીઓ દોડી આવ્યા

 | 3:00 am IST

 • ૬૮૦ કાચાં લાઇસન્સ, ૪૧૦ પાકાં લાઇસન્સ ઇશ્યૂ થયાં  
  ા સુરત ા
  કાયદો કડક બનતાં ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવા અને ડુપ્લિકેટ કોપી કઢાવવા સોમવારે ૯૦૦ અરજદારો આરટીઓ કચેરીમાં દોડી આવ્યા હતા.
  સોમવારે સુરત આરટીઓ કચેરી ઉઘડતા જ લોકોએ વિવિધ કામગીરી માટે લાંબી લાંબી કતાર લગાવી દીધી હતી. નવા નિયમ અનુસાર ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્સ્યોરન્સ, પીયુસી સહિતના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના હોવાથી લોકોએ આરટીઓ કચેરી તરફ દોટ મૂકી હતી. એક તબક્કે આરટીઓ કચેરીમાં પગ મૂકવાની પણ જગ્યા મળતી ન હતી, તેવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. દરમિયાન ભીડને પહોંચી વળવા માટે આરટીઓએ અલગ કાઉન્ટર શરૂ કર્યા હતા. તેમ છતાં મોડી સાંજ સુધી આરટીઓમાં લાંબી લાઇન જોવા મળી હતી. દિવસના અંતે આરટીઓમાંથી ૯૦૦ અરજદારોએ લાઇસન્સ રિન્યુ અને ડુપ્લિકેટ કોપી કઢાવી હતી. જ્યારે ૪૧૦ અરજદારોએ પાકા લાઇસન્સની ટેસ્ટ અને ૬૮૦ જણાએ કાચા લાઇસન્સની ટેસ્ટ આપી હતી. જ્યારે ૨૭૦ અરજદારોએ લાઇસન્સનો ડેટા બેકલોગ કરાવ્યો હતો.

  ૮૦૦ જણાએ ઁજીઁઝ્ર નંબર પ્લેટ ફિટ કરાવી
  અત્યાર સુધી વ્હિકલમાાં હાઇસિક્યુરિટી નંબર પ્લેટ ફિટ કરાવવા માટે વાહનમાલિકોમાં ભારે નીરસતા જોવા મળી હતી. એક સપ્તાહ પહેલાં આરટીઓમાં રોજની માંડ ૧૦૦ નંબર પ્લેટ ફિટ થતી હતી. પરંતુ હવે રોજના ૭૦૦થી ૮૦૦ વાહનમાલિકો આરટીઓ આવી રહ્યા છે. સોમવારે પણ ૮૦૦ વાહનમાલિકોએ ઁજીઇઁ લગાડાવી હતી.

  આરટીઓમાં પડી રહેલી વ્હિકલની આરસીબુક લેવા લાંબી કતાર લાગી
  વાહનમાલિકના ઘરે આરસીબુક મોકલ્યા બાદ કોઇક કારણોસર માલિકને બુક નહીં મળે તો પરત આરટીઓ કચેરીમાં આવે છે. વર્ષ ૨૦૧૨ પછીની રિટર્ન આવેલા સંખ્યાબંધ આરસીબુક આરટીઓમાં છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઇ રહી હતી. આરટીઓએ કેમ્પ કર્યો હોવા છતાં વાહનમાલિક લેવા આવતા ન હતા. પરંતુ વ્હિકલના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવા ફરજિયાત બન્યું હોવાથી આજે આરટીઓમાં વહેલી સવારથી આરસીબુક માટે લાંબી લાઇન લાગી ગઇ હતી. આજે એક જ દિવસમાં ૪૦૦થી વધુ આરસીબુક લઇ ગયા હોવાનું આરટીઓના ચોપડે નોંધાયું હતું.

  કાચું લાઇસન્સ માટે ૯૦ દિવસ પછીની પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી
  નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે સૌપ્રથમ કાચું લાઇસન્સ મેળવવું પડે છે. આ લાઇસન્સ માટે ૬૦ દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળી રહી હતી. પરંતુ નવા કાયદાના અમલીકરણની જાહેરાત બાદ લાઇસન્સ કઢાવવા થયેલા ધસારાને પગલે ૯૦ દિવસ પછીની પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી. ૯૦ દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળતી નહીં હોવાથી હવે આગલા દિવસની એપોઇન્ટમેન્ટ રાત્રે ૧૨ વાગ્યા બાદ ખૂલતી હોવાથી એજન્ટો અને અરજદારોએ રાત્રે ૧૨ વાગ્યા બાદ એપોઇન્ટમેન્ટ લે છે, જેથી સવાર સુધીમાં તે તમામ બુક થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;