લાકડાં હેરાફેરીના કેસમાં ૮ લાખની ખંડણી માંગનારા કોન્સ્ટેબલ સહિત બેની ધરપકડ - Sandesh
 • Home
 • Newspaper
 • લાકડાં હેરાફેરીના કેસમાં ૮ લાખની ખંડણી માંગનારા કોન્સ્ટેબલ સહિત બેની ધરપકડ

લાકડાં હેરાફેરીના કેસમાં ૮ લાખની ખંડણી માંગનારા કોન્સ્ટેબલ સહિત બેની ધરપકડ

 | 3:00 am IST

 • પૂછપરછમાં પોલીસકર્મી દીપક મહાલેનું નામ સામે આવ્યું
 • ચાલકનું અપહરણ કરી એલસીબીના કેતન મનુભાઈના નામે ખંડણી માંગ હતી
  । બારડોલી ।
  વ્યારા તરફથી ગેરકાયદ ઈમારતી લાકડા ભરી આવતા ટેમ્પોને અટકાવીને ૮ લાખની ખંડણી માંગનારા ઘલુડી હેડ ક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી દિપક વામનરાવ મહાલે સહિત બેની ધરપકડ કરી છે.
  ૩૦ ઓગષ્ટની વહેલી સવારે વ્યારા તરફથી બારડોલી તરફ આવતા અને ચોટીલા જવા નીકળેલા ટેમ્પો (નં.જીજે૫ બીઝેડ ૫૭૯)માં ઈમારતી લાકડાનો ગેરકાયદે જથ્થો ભરેલા ટેમ્પાને પોલીસની વર્દીમાં કાળા રંગની નંબર વગરની સ્કોર્પીયો કારમાં આવેલા શખ્સે અટકાવી   પોતે એલસીબી પોલીસ વિભાગનો કેતન મનુભાઈ નામનો પોલીસ હોવાનું જણાવી ટેમ્પો ચાલક સરદારજી પાસેથી ૧૦ લાખની ખંડણી માંગી હતી. ટેમ્પો ચાલક સરદાજીએ વ્યારાના કટાસવાણ ગામેથી લાકડા ભારાનાર સુરતના વેપારી ઉગમલાલ અંબાલાલ ગુર્જર સાથે વાત કરાવતા ૮ લાખનો સોદો નક્કી થયો હતો. ત્રણથી ચાર પંટરો સાથે આવેલા પોલીસ કર્મીનો ભાંડો ફુટી જતા સ્કોર્પીઓ સવાર અને પંટરોએ ટેમ્પાનું ચાલક સાથે અપહરણ કર્યુ હતુ. આ ચકચારી કેસમાં બારડોલી પોલીસ મથકે ગુનો દાખલ થયા પહેલા ટેમ્પો સચિન નજીકથી બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક સરદારજી પણ ગુમ થઈ ગયો હતો. અને લાકડા ભરાવનાર ઈસમે પણ પોતાની ફરીયાદ પાછી ખેંચી લેવાની વાત જણાવી પોતાનો મોબાઈલ બંધ કરી ગુમ થઈ ગયો હતો.
  આ કેસની તપાસ બારડોલી રેંજ પોલીસના ડી.વાય.એસ.પી. રૂપલ સોલંકીને સોંપવામાં આવી હતી. તે દરમિયાન તપાસમાં વ્યસ્ત પોલીસ ટીમને સોમવારે માહીતી મળી હતી કે, ટેમ્પો ચાલક અમીત ઉર્ફે રામગોપાલ શર્મા (રહે. ડીંડોલી,સુરત, )સુરત સીટીના પુણા પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલો હોય અને આગોતરા જામીન મુકયા હોય તેના સબધમાં આવનાર છે. ડીવાયએસપી પોલીસ ટીમે તાત્કાલિક સુરત ગ્રાઋમ્ય એલસીબી અને એસઓજી પોલીસને જાણ કરતા પોલીસે તેની પાંચ મોબાઈલો સાથે અટકાયત કરી હતી. તેની પૂછપરછ દરમ્યાન ખુટતી માહિતી મળતા કાળા રંગની સ્કોર્પીઓમાં આવેલા અને હાલમાં ઘલુડી હેડ કવાર્ટર્સ મુકામે ફરજ બજાવતા ખંડણી બાજ પોલીસકર્મી દિપક વામનરાવ મહાલે ( રહે. બાબેન,તા.બારડોલી)નું નામ બહાર આવતા પોલીસે સ્કોર્પીઓ (નં-જીજે-૦૬-૨૪૪૮) રૂા.૨.૫૦ લાખ તથા મોબાઈલ રૂા.૨૫૦૦ મળી  ૨.૫૨લાખના મુદ્દામાલ તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;