લિવાઇઝ કંપનીની બનાવટી ગારમેન્ટ વેચતા સેલના સંચાલકની ધરપકડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • લિવાઇઝ કંપનીની બનાવટી ગારમેન્ટ વેચતા સેલના સંચાલકની ધરપકડ

લિવાઇઝ કંપનીની બનાવટી ગારમેન્ટ વેચતા સેલના સંચાલકની ધરપકડ

 | 3:41 am IST

સયાજીગંજની હોટલનું બેઝમેન્ટ ભાડે રાખી ઇન્ટરનેશનલ બ્રાન્ડના નામે બનાવટી કંપનીના ગારમેન્ટ્સ વેચવાનો ગોરખધંધો  

૯૦% કન્સેશન આપી શહેરીજનોને લિવાઇઝ બ્રાન્ડના નામે ડુપ્લિકેટ રેડિમેઇડ ગારમેન્ટ્સ પધરાવતો હતો

ા વડોદરા ા  

સયાજીગંજની હોટલનુ બેઝમેન્ટ ભાડે રાખી તેમાં ઇન્ટરનેશનલ રેડીમેઇડ ગારમેન્ટ ૯૦ ટકા કનસેશનના ભાવે સેલ યોજી બનાવટી કંપનીના ગારમેન્ટ સહિતનીચીજવસ્તુ વેચનાર સંચાલકની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી.  

સયાજીગંજમાં આવેલી ગ્રાન્ડ મરકયુરી (સુર્યા પેલેસ)ના બેઝમેન્ટ આરજીક્રીએશનના નામે ભાડે રાખી સેલ યોજયુ હતુ. જેમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ રેડીમેડ ગારમેન્ટ ૯૦ ટકા ઓછાના ભાવે આપવાની જાહેરાત કરી હતી. જે સેલમાં લીવાઇસ કંપનીના બનાવટી ગારમેન્ટ અને બૂટ મુકવામાં આવ્યા હોવાનું કંપનીના ટ્રેડ માર્કના હકકોનું રક્ષણ કરવાની ઓથોરીટી મેળવનાર નેત્રિકા કન્સલ્ટીંગ પ્રાલી.ના એકઝીકયુટીવ આઇપીઆર વિનાયકે સયાજીગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ.

સયાજીગંજ પોલીસ સાથે શનિવારે હોટલના બેઝમેન્ટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ કરતા લીવાઇસ કંપનીના ડુપ્લીકેટ ટી શર્ટ પેન્ટ જેકેટ લેડીઝ ટોપ બુટ મળી ૯૨૫ વસ્તુઓ મળી આવી હતી. જેની કિંમત ૮,૫૪,૩૦૦ની થાય છે. આ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્ય ોહતો. જયારે સેલ યોજનાર મુકેશકુમાર ગ્યારસીલાલ કેડીયા (મુળ રહે રાજસ્થાન હાલ સિકંદરાબાદનની સાંઇ ક્રીષ્ણા કોલોની) વિરૂધ્ધ કોપીરાઇટ્સનો ભંગ અને વિશ્વાસધાત અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.  

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક દાયકાથી નામાંકિત કંપની ફડચામાં જતાં માલ વેચવા કાઢયો હોવાના નામે સંખ્યાબંધ લેભાગુ તત્વો સેલના નેજા હેઠળ શહેરીજનો સાથે ઠગાઇ કરી રહ્યા હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી છે.

પરંતુ પોલીસ ચોપડે તેણી કોઇ નોંધ ન બોલાતી હોય આવા તત્વો શહેરીજનોની આ મર્યાદાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;