લીંબડીમાં સરપંચના સસરાએ સરકારી જમીન પર મોબાઇલ ટાવર ઊભો કર્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લીંબડીમાં સરપંચના સસરાએ સરકારી જમીન પર મોબાઇલ ટાવર ઊભો કર્યો

લીંબડીમાં સરપંચના સસરાએ સરકારી જમીન પર મોબાઇલ ટાવર ઊભો કર્યો

 | 1:50 am IST
  • Share

લીંબડી તાલુકાના લક્ષ્મીસરના સરપંચના પરિવારે સત્તાનો દૂરપયોગ કરી સરકારી જમીન પર કબજો કરી લીધી હોવાની રાવ ઊઠવા પામી છે.

લક્ષ્મીસર ગામના સરપંચના સસરાએ સરકારી જમીન પર ખોટા પુરાવા ઊભા કરી દસ્તાવેજ કરાવી લીધો હોવાની રાવ સાથે ગ્રામજનો  મામલતદાર આર.એલ.ચૈાહાણને રજૂઆત કરી હતી કે, લક્ષ્મીસર ગામના સરપંચ ઝોહરાબેન ગુલામહુસેન બાબરીયા સત્તાને દુરઉપયોગ કરી તેમના સાસુ હુસેનાબેન સલમાનભાઈ બાબરિયાના નામે ખોટા પુરાવા ઊભા કરી સરકારી નિગમની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો.

બાદ સરપંચના સાસુએ પતિ સલમાન ગનીભાઈ બાબરિયાને ૨૨૫ ચો.મી અને ભરત લક્ષ્મણભાઈ પરમારને ૨૨૫ ચો.મી જમીન વહેંચી દીધી હતી. લક્ષ્મીસરના સરપંચ ઝોહરાબેનના સસરાએ આ જમીન પર જિયો કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરાવી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની રાવ ઊઠવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન