લીમડી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું - Sandesh
  • Home
  • Baroda
  • લીમડી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

લીમડી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

 | 3:29 am IST

 

૮૦૦લોકોએ ઉકાળાનો લાભ લીધો

ા લીમડી ા

લીમડી મુક્તિરંજન આયુર્વેદ હોસ્પિટલ તેમજ પ્રકૃતિ મંડલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઋતુજન્ય સંક્રામક રોગોથી બચવા સારૃ આયુર્વેદ ઉકાળાનું વિતરણ સુભાષ ચોક ખાતે કરવામાં આવેલ જેનો ૮૦૦થી વધુ લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો. હાલમાં ડેન્ગ્યુ ચીકનગુનિયા સ્વાઇન ફલુ જેવા ગંભીર બિમારી માથુ ઉંચકી રહી છે. જેની અસર લીમડી નગરમાં પણ જોવા મળી રહી છે. જેના પગલે લીમડી મુક્તિરંજન સરકારે આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી લીમડી પ્રકૃતિ મંડળ દ્વારા આયુર્વેદ ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે આયુર્વેદ હોસ્પિટલના ડો. કૃણાલ પ્રકૃતિ મંડલના સભ્યો અલ્કેશ વૈરાગી, અજય ગડરીયા, નીપુલ શર્મા, વિરેન્દ્રસિંહ રાઠોડ, સુરેશ ઉપાધ્યાય, અર્િપત વૈરાંગી, લુણાભાઇ, બુમાણા, ધ્રુવ પંચાલ, જીગર સોની, ચીમન હઠીલા, રવિન્દ્ર ગોહિલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ આયુર્વેદ ઉકાળો પીવાથી રોગો સામે શું રક્ષણ મળશે તેની માહિતી ડો. કુણાલ દ્વારા આપવામાં આવેલ.

;