લીમડી ગામના હેલિપેડ મેદાનમાં વડાપ્રધાનની જાહેર સભા યોજાશે - Sandesh
  • Home
  • Baroda
  • લીમડી ગામના હેલિપેડ મેદાનમાં વડાપ્રધાનની જાહેર સભા યોજાશે

લીમડી ગામના હેલિપેડ મેદાનમાં વડાપ્રધાનની જાહેર સભા યોજાશે

 | 3:15 am IST

સરદારની પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થશે

૧૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા નર્મદાષ્ટકમ અને શાસ્ત્રોક્ત વિધિ કરાશે

ા રાજપીપળા ા

૩૧મી ઓક્ટોબરે સરદાર જયંતિએ વિશ્વની સૌથી ઉચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનીટીનંુ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યારે ૧૮૨ મીટરની સરદારની પ્રતિમાનુ કામ પૂર્ણ થઇ ગયુ છે ત્યારે હવે લોકાર્પણ માટેની તડામાર તૈયારીઓ શરૃ થઇ ચૂકી છે.

૩૧ મી ઓકટોબરે કેવડીયા પાસેના લીમડી ગામના હેલીપેડ મેદાનમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને સંબોધવાના છે. આ દિવસે ૩૧મીએ સરદાર જયંતિએ વિશ્વની સૌથી ઉચી સરદારની પ્રતિમા પર હેલીકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા થશે. જે એક અદભૂત નજારો જોવા મળશે. સ્ટેચ્યૂ નજીક શિવલીંગ બનાવાશે. ત્યા તે દિવસે વડા પ્રધાન શિવલિંગ પર નર્મદા જળથી અભિષેક કરશે.

ત્યારબાદ સભામંડપ પર આવી ૨૦ ફૂટ ઉંચી રેપ્લીકાનુ અનાવરણ કરશે. બાદ સભા મંડપમાથી સ્ટેચ્યૂ ઓફ યુનીટીનુ લોકાર્પણ કરશે. પૂજા માટે ૧૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા નર્મદાષ્ટકમ અને મંત્રોચ્ચાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાશે. અહી જગ્યા નાની હોવાથી ૮ થી ૧૦ હજાર ની જનમેદની હાજરીમા કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાત ડેમ સાઇટ ખાતે નર્મદા ટેન્ટ સીટી આકાર લઇ રહી છે. પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસજે હૈદર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ૭૫ જેટલા એસી ટેનટ, ૭૫ જેટલા ડીલક્સ ટેન્ટ, અને ૭૫ નોન એસી ટેન્ટ મળી ૨૨૫ જેટલા ટેન્ટની સુવિધા ઉભી કરવામા આવી છે. અહી આવનારા પ્રવાસીઓ માટે પુરતી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

;