લીલિયામાં ટ્રેનના સ્ટોપથી અમરેલી, લાઠી, બાબરા, કુંકાવાવ, બગસરાને લાભ મળશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લીલિયામાં ટ્રેનના સ્ટોપથી અમરેલી, લાઠી, બાબરા, કુંકાવાવ, બગસરાને લાભ મળશે

લીલિયામાં ટ્રેનના સ્ટોપથી અમરેલી, લાઠી, બાબરા, કુંકાવાવ, બગસરાને લાભ મળશે

 | 4:41 am IST
  • Share

ધારી, ખાંભા, જાફરાબાદ તાલુકાને સાવરકુંડલા, રાજુલાથી ટ્રેનસેવા મળશે

અમરેલી જિલ્લામાં સુરતની સીધી દૈનિક ટ્રેન માટે વર્ષો જૂની માગણીના અંતે આ સાપ્તાહિક ટ્રેનને દૈનિક કરાયા બાદ રેલવે દ્વારા લીલીયામાં પણ માગણી મુજબ સ્ટોપ આપી દેવાતા જિલ્લા મથક અમરેલી સહિત જિલ્લાના અન્ય તાલુકાના લોકોને પણ ટ્રેન દ્વારા સસ્તાભાડમાં સુરત આવવા જવાનો લાભ મળશે.

અમરેલી જિલ્લાાંથી સુરતમાં લાખો લોકો હીરાના વ્યવસાયના કારણે સ્થાયી થયા છે અને દિવાળીના તહેવારોમાં તેઓ પોતાના વતન અમરેલી જિલ્લામાં આવે છે. આ જ રીતે દિવાળી બાદ સુરત જવા માટે ધસારો શરૂ થાય છે. ખાનગી વાહનો દ્વારા રૂ. 1પ00 સુધીનું આકરું ભાડૂ વસુવામાં આવે છે ત્યારે સસ્તાભાડમાં રેલવેની દૈનિક ટ્રેન અને લીલીયામાં સ્ટોપ આપવાના કારણે જિલ્લાના અનેક તાલુકાઓને હવે નજીકમાંથી સુરતની ટ્રેન મેળવી શકાશે.

રેલવેએ લીલીયા સ્ટેશને સ્ટોપ અપાતા સુરતથી આવેલી ટ્રેન લીલીયા સ્ટેશને ઊભી રહી હતી. જેના કારણે લોકોમાં ભારે ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે. આ જ રીતે રાત્રીના સમયે પણ મુસાફરોએ લીલીયાથી સુરત માટેનો લાભ લીધો હતો. લીલીયામાં સ્ટોપ મળતા અમરેલી, લાઠી, દામનગર, કુંકાવાવ, બગસરા સહિતના તાલુકાના લોકો સીધા કે વાયા અમરેલી થઈને લીલીયા પહોચી જશે. ટ્રેનના સમયે લીલીયા પહોચવા માટે અમરેલી એસટી બસ સ્ટેશની બસની પૂરતી વ્યવસ્થા છે. આ જ રીતે સવારે 7:30 કલાકે સુરતથી લીલીયા ટ્રેનમાં આવ્યા બાદ એસટી બસ દ્વારા અમરેલી પહોચવાની પૂરતી વ્યવસ્થા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો