લેનોવો MIને ટક્કર આપવા 20 જુલાઈએ ભારતમાં કરી રહ્યો છે આ મોબાઈલ લોન્ચ - Sandesh
  • Home
  • Technology
  • લેનોવો MIને ટક્કર આપવા 20 જુલાઈએ ભારતમાં કરી રહ્યો છે આ મોબાઈલ લોન્ચ

લેનોવો MIને ટક્કર આપવા 20 જુલાઈએ ભારતમાં કરી રહ્યો છે આ મોબાઈલ લોન્ચ

 | 5:42 pm IST

ચીનની ટેકનોલોજી કંપની લેનોવો 20 જુલાઈએ ભારતમાં પોતાનો વાઈબ કે5 નોટ લોન્ચ કરી રહી છે. કંપનીએ આ સ્માર્ટફોન લોન્ચની જાહેરાત સોશ્યિલ સાઈટ ટ્વીટર દ્રારા કરી હતી. તેનું હાલનું વર્જન કે4 નોટ ભારતમાં પોપ્યુલર બની ચૂક્યું છે. આ મોબાઈલને કંપનીએ ચીન અને થાઈલેન્ડમાં લોન્ચ કરી દીધો છે. પોતાના પાછળના મોડલથી આ ફોન ઘણો જ અલગ છે. આ સ્માર્ટફોન મેટલ બોડીનો છે જ્યારે કે4 પ્લાસ્ટિક બોડીનો છે. આ મોબાઈલ ડિઝાઈન બાબતે પણ કે4થી સારો છે.

5.5 ઈંચની મોટી ડિસ્પલે સ્ક્રિન
લેનોવો વાઈબ કે5 નોટ સ્માર્ટફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પલે સ્ક્રિન આપવામાં આવી છે. સારા પ્રદર્શન માટે આ સ્માર્ટફોનમાં 1.8 ગીગાહટ્ઝ ઓક્ટોકોર મીડિયાટેરક હેલિયો પી10 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સારા યુઝર્સ ઈન્ટરફેજ માટે આમા 2જીબી/3જીબી રેમ આપવામાં આવી છે, એટલે કે આ ફોન રેમ અનુસાર બે વેરિયેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

128 જીબી સુધી મેમોરી કાર્ડ સ્પોર્ટ
લેનોવોના આ સ્માર્ટફોનમાં ઈન્ટરનલ મેમોરી 16 જીબી આપવામાં આવી છે. આમાં એક્સટરનલ મેમોરી દ્વારા 128 જીબીનો મેમોરી કાર્ડ લગાવી શકાય છે. આ સ્માર્ટફોનમાં બંને 4જી કાર્ડ લગાવી શકાશે.

13 એમપી રીયર અને 8 એમપી સેલ્ફી કેમેરો
કે5 નોટમાં એન્ડ્રોય લોલીપોપ 6.0 ઓએસ પર આધારિત વાઈબ યૂઆઈ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં ફેસ ડિટેક્શન ઓટો ફોક્સ અને ડ્યૂલ ટોન એલઈડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. શાનદાર સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન શાઓમીના એમઆઈ, એચટીસી, સેમસંગનો સ્પર્ધક બની રહેશે.