લેબર કમિટીના સભ્યો દ્વારા છાસવારે દરોડા પડાતા જાગૃતતા આવી છોટાઉદેપુરને બાળ શ્રમિક મુક્ત જિલ્લો બનાવવા કવાયત - Sandesh
  • Home
  • Baroda
  • લેબર કમિટીના સભ્યો દ્વારા છાસવારે દરોડા પડાતા જાગૃતતા આવી છોટાઉદેપુરને બાળ શ્રમિક મુક્ત જિલ્લો બનાવવા કવાયત

લેબર કમિટીના સભ્યો દ્વારા છાસવારે દરોડા પડાતા જાગૃતતા આવી છોટાઉદેપુરને બાળ શ્રમિક મુક્ત જિલ્લો બનાવવા કવાયત

 | 11:52 pm IST

છોટાઉદેપુર, તા. ૨૩

ભારત વર્ષ બાળમજૂર મુક્ત બને તે માટ ન્યાયતંત્ર ઘણું જ ગભીર છે. નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા રીપીટીશન નંબર ૪૬૫-૧૯૮૬માં ઘણા આદેશો ચાઇલ્ડ લેબર સંબંધે રાજ્ય સરારોને આપેલા છે. રાજ્ય સરકાર પણ આ મુદ્દે ઘણી ગંભીર છે. રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જુદા જુદા સ્થલોએ બાળ શ્રમિકોને કામ પરથી મુક્ત કરાવવા બાબતે રેડનું આયોજન કરવામાં આવે છે.

છેલ્લા બે વર્ષતી છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉધેુર, જેતપુર, પાવી, સંખેડા, બોડેલી, કવાંટ અને નસવાડી વિગેરે સ્થળે કુલ ૧૦ રેડ દરમ્યાન ૪૦૩ સંસ્થાઓમાં ૧૪ વર્ષતી નાની વયના બાળશ્રમિકો કોઇ પણ સ્થળેેથી મળી આવેલ નથી.

કમિટીના સભ્યો દ્વારા જિલ્લા ભરમાં કરવામાં આવતી ચાઈલ્ડ લેબર સંબંધી રેડમાં ચાઈલ્ડ લેબર મળી આવતા નથી જેનો અર્થ એ થાય કે સમાજમાં બાળમજુરીને કામ પર નહિં રાખવા જાગૃતિ આવેલ છે. જે ઘણી સારી બાબત છે. આપણે આપણા જિલ્લાને બાળમજુર મુક્ત જાહેર કરવા તરફ આગળ વધવા માંગીએ છીએ પરંતુ આ બધુંજ સરકારના જુદા જુદા વિભાગો તથા સમાજના તમામ અંગોના સહકાર વગર શક્ય નથી.

જિલ્લામાં કોઇપણ સ્થલે બાળ મજૂર કામ કરતા મળી આવે અથવા તો આ પ્રકારના પોકેટ્સ હોવાનું ધ્યાન પર હોય તો તાત્કાલીક મદદનશી શ્રમ આયુક્તની કચેરી, છોટાઉદેપુર અને સરકારી શ્રમ અધિકારી છોટાઉદેપુરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.