લોકડાઉનમાં તંત્રની છબી ખરડવાનો પ્રયાસ - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • લોકડાઉનમાં તંત્રની છબી ખરડવાનો પ્રયાસ

લોકડાઉનમાં તંત્રની છબી ખરડવાનો પ્રયાસ

 | 2:00 am IST

નખત્રાણા તાલુકાના લાખિયારવીરા ગામની કંપની લોકડાઉનમાં મજૂરો પાસેથી કામ કરાવીને લોકડાઉનનો ભંગ કરી રહી છે. છતાં પોલીસ અને તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસ અને તંત્રની છબી ખરડાય તેવું કૃત્યનો આચરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને ષડયંત્ર રચનાર ચારેયને નખત્રાણા પોલીસે સળિયા પાછળ ધકેલી નાખ્યા હતા.

નખત્રાણાના લાખિયારવીરા પાસે ખાનગી કંપનીના મજૂરો લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. લોકડાઉનનો ફાયદો ઉપાડી ગામોમાં વીજ વાયરોની કામગીરી કરાતી હોવાની આસપાસના લોકોને શંકા વગેરેનંુ લખાણ લખેલી અને મજૂરો સાથે લેવામાં આવેલી સેલ્ફી વાયરલ કરવામાં આવી હતી. પિૃમ કચ્છ પોલીસ દ્વારા સતત લોકડાઉનનો ભંગ ન થાય તે માટેના યથાર્થ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ આ પ્રકારનો મેસેજ વાયરલ થતાં પોલીસવડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને વાયરલ થયેલા ફોટાઓની સત્યતા તપાસી જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા, જેમાં ચાર શખસો દ્વારા કંપની પર કાર્યવાહી થાય તે ઉદેશ્યથી આ પ્રકારનંુ કૃત્ય આચરવામાં આવ્યું હતું અને તેના કારણે નખત્રાણા પોલીસની ખોટી ઓળખ આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતંુ.

નખત્રાણા પોલીસના જ.ે કે. રાઠોડે જણાવ્યું હતું કે, ચારે સામે ગુનો નોંધીને તેની ધરપક કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન