લોકડાઉન છતાં ભાવનગરમાં ૩ સ્થળે મારમારી : મહિલા સહિત ત્રણને ઇજા - Sandesh
  • Home
  • Bhavnagar
  • લોકડાઉન છતાં ભાવનગરમાં ૩ સ્થળે મારમારી : મહિલા સહિત ત્રણને ઇજા

લોકડાઉન છતાં ભાવનગરમાં ૩ સ્થળે મારમારી : મહિલા સહિત ત્રણને ઇજા

 | 4:15 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

કોરોના મહામારીને લઇ લોકડાઉન વચ્ચે પણ ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ મારામારીના બનાવ બન્યા હતા. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મારામારીના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના એરપોર્ટ રોડ. રૃવા ૨૫ વારિયા, સીતારામનગરમાં રહેતા ર્હાિદક ઇશ્વરભાઇ સરવૈયાએ તેમની નજીક રહેતા જિગ્નેશ દિનેશ સોલંકી, શીવો અને એક અજાણ્યા શખસ સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના ઘર પાસે ઉક્ત આરોપીઓ વારંવાર અવર-જવર કરતાં હોય ફરિયાદીએ તેમના ઘર પાસે પાર્ટીશન કરાવી નાંખ્યું હતું. જે બે દિવસ પહેલાં કાઢી નાંખી પાર્ટીશન નાંખવાની દાઝ રાખી ફરિયાદી પર હુમલો કરી છાતીના ભાગે છરી મારી ફરિયાદીના સાહેદને પણ લાકડી વડે માર મારી તમામે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

તો, અન્ય એક બનાવની વિગત એવી છે કે, શહેરના ખેડૂતવાસ મફતનગર મેલડી માતાજીના મંદિર પાસે રહેતા હંસાબેન જગદિશભાઇ રાઠોડે નજીક રહેતા કિશોર કાના રાઠોડ સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ફરિયાદીના ઘર પાસે લાકડી લઇને દેકારો કરી ગાળઓ બોલતો હોય ફરિયાદી તેમની ઘર બહાર રમતી દિકરીને ઘરમાં બોલાવી આરોપીને ઘરથી દૂર જવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઇને ફરિયાદી પર હુમલો કરી પગના ભાગે લાકડી મારી ફ્રેકચર કર્યું હતું. ઘોઘારોડ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જયારે, શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા સલમાન ઉર્ફે હકલો સિકંદરભાઇ કાજીએ સાવો, સાવાનો ભાઇ દીકુ અને અબબુલી નામના ત્રણ શખસો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તેમના મિત્ર વિપુલ સાથે જઇ રહ્યા હતા. ત્યારે, હુસૈની ચોક પાસે ઉક્ત ત્રણ શખસોએ ફરિયાદીને અટકાવી તું કેમ મારા માણસોને ગાળો આપે છે? તેમ કહીને તેમના પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;