લોક અદાલતમાં ૪૨૭૩ કેસો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા - Sandesh
  • Home
  • Baroda
  • લોક અદાલતમાં ૪૨૭૩ કેસો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા

લોક અદાલતમાં ૪૨૭૩ કેસો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા

 | 3:53 am IST

ભરૃચ જિલ્લા અને તાલુકાની કોર્ટોમાં

। ભરૃચ ।

ભરૃચ જિલ્લા ન્યાયાલય અને તાબાની તાલુકા કોર્ટોમાં શનિવારે રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના ઉપક્રમે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ હતુ જેમાં ૪૨૭૩ કેસો નિકાલ માટે મુકાયા હતા.

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, રાજય કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભરૃચ જિલ્લા કાનુની સેવાસત્તા મંડળના ચેરમેન ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્રેટરી જે.ઝેડ. મહેતાના સંચાલન હેઠળ શનિવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ હતુ. ભરૃચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી. સવારે ૧૦.૩૦ કલાકે લોક અદાલતનુ ઉદ્દઘાટન મહિલા પક્ષકારો અને કોર્ટ સંકુલના સફાઈ કામદાર બહેનોના હસ્તે કરાયુ હતુ જેમાં જિલ્લા હેડકવાર્ટસના ન્યાયાધીશો તેમજ બાર એસોસીએશનના પ્રમુખ, જિલ્લા સરકારી વકીલ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં પોસ્ટલીટીગેશનના ૩૩૬૦ તેમજ પ્રિલીટીગેશનના ૯૧૩ મળી કુલ ૪૨૭૩ કેસો નિકાલ માટે મુકવામાં આવ્યા હતા. સ્ત્રી સશકિતકરણને પ્રોત્સાહન આપવા મહિલા પક્ષકારો અને મહિલા સફાઈ કામદાર બહેનોના હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી.

;