લોધીકા પાસેનો લોધીકડી ડેમ તૂટતા, ૫ ગામ બેહાલ, ખેતરો ધોવાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • લોધીકા પાસેનો લોધીકડી ડેમ તૂટતા, ૫ ગામ બેહાલ, ખેતરો ધોવાયા

લોધીકા પાસેનો લોધીકડી ડેમ તૂટતા, ૫ ગામ બેહાલ, ખેતરો ધોવાયા

 | 7:05 am IST
 • Share

 • ૨૦ ઈંચ વરસાદે તાલુકાને કરી નાખ્યો ખેદાન-મેદાન
 • કોઠા પિપળીયા, ચાંપાબેડા, નોંઘુ પિપળીયા, કાલંભડી નોંધણચોરા ગામમાં ખાનાખરાબી
 • રાજકોટઃ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાને ગઈ કાલે ગણતરીના ૧૦ કલાકમાં પડેલા ૨૦ ઈંચ વરસાદે ખેદાન મેદાન કરી નાખ્યો છે. ભારે વરસાદને કારણે લોધીકા તાલુકાની જીવાદોરી સમાન લોધીકડી ડેમનો પાળો તૂટી જતા નીચાણવાળા વિસ્તારો તેમજ પાંચ ગામડામા પાણી ભરાતા લોકો બે દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેમની વ્હારે તંત્ર દેખાયું નથી.
  કિસાન સંઘના અગ્રણી ધીરૂભાઈ વાડોદરિયાએ જણાવ્યું હતું કેં, લોધીકડી ડેમનો પાળો તૂટતા પાણીનો પ્રવાહ ધસમસતો ચોમેર ફરી વળ્યો છે અને લોધીકા ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં આવેલા કોઠા પિપળીયા, ચાંપાબેડા, નોંઘુ પિપળીયા, કાલંભડી નોંધણચોરા ગામમાં ખાનાખરાબી જોવા મળી છે. ખેતરોમાં પાણી ભરાયા છે અને પાક ડૂબી ગયો છે. ખેડૂતોના ઘરમા રહેલા અનાજ પણ પલળી જતા ખાણી-પીણીની પણ મુશ્કેલી ઉભી થઈ છે. કોઠા પિપળીયામાં ૧૦થી વધુ કિસાનો અને એટલા જ શ્રામિકોની ઘરવખરી તણાઈ ગઈ છે. કાલંભડી અને નોંઘું પિપળીયાનો સંપર્ક પણ થઈ શકયો નથી.
 • સર્વે કરીને સહાય અપાશેઃ તંત્ર
 • જિલ્લા તંત્રનો સંપર્ક સાધવામા આવતા તેમણે રાબેતા મુજબ સર્વે કામગીરી કરીને યોગ્ય કરવામા આવશે તેવો જવાબ આપ્યો હતો. લોધીકા પંથકને તાકિદે સહાયની આવશ્યકતા છે પણ તંત્ર અને રાજકીય આગેવાનો ધ્યાન નહિ આપતા સ્થિતિ વણસેલી છે અને લોકોમા ંરોષ જોવા મળી રહ્યો છે.
 • અનેક ઘરમા ચૂલા નથી સળગ્યા
  કોઠા પિપળીયા અને કાલંભડી ગામના ઘરોમાં પાણી ઘુસતા લોકોનું અનાજ, મસલા પલળી જતા બે ટાઈમ ભોજનના પણ ફાફા પડી રહ્યા છે. ગઈ કાલ સાંજથી આજે બપોર સુધી અનેક ઘરમાં ચૂલા સળગ્યા નહિ હોવાનું સ્થાનિક સ્તરેથી વિગતો પ્રાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન