લો પ્રેશર વચ્ચે માંજલપુરમાં ૧૦ મિનિટ પાણી કાપ - Sandesh
  • Home
  • Baroda
  • લો પ્રેશર વચ્ચે માંજલપુરમાં ૧૦ મિનિટ પાણી કાપ

લો પ્રેશર વચ્ચે માંજલપુરમાં ૧૦ મિનિટ પાણી કાપ

 | 3:39 am IST

ા વડોદરા ા

મહીસાગરના દોડકા કૂવાથી આવતી પાણીની મુખ્ય ફીડર લાઈનમાં લીકેજ થતાં માંજલપુર વિસ્તારમાં ૧૦ મિનિટનો પાણી કાપ મૂકવામાં આવ્યો હતો. પાણીના ઓછા પ્રેશરની કાયમી સમસ્યા વચ્ચે ૧૦ મિનિટ પાણી ઓછંુ અપાતાં ૫૦ હજાર લોકોએ હેરાન થવું પડયું હતંુ અને શિયાળાની સિઝનમાં પણ લોકોએ પાણીનો કકળાટ વેઠવો પડયો હતો. દોડકા કૂવાથી આવતી ૯૦૦ મીમીની મેઈન ફીડર લાઈનમાં શુક્રવારે ભંગાણ પડયું હતંુ. તે ભંગાણને કારણે હજારો લિટર પાણી વહી ગયું હતું. જે બાબતની જાણ થતાં કોર્પાેરેશનના પાણી પુરવઠા વિભાગે તે લાઈનનંુ ગઈ કાલે જ રિપેરિંગ હાથ ધર્યું હતંુ. જે કામગીરીને પગલે દોડકાના કૂવા પર આધારીત માંજલપુર ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આજે શનિવારે સવારે પાણી કાપ મૂકવામાં આવ્યો હતો.   એક તરફ માંજલપુર ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણીનંુ પ્રેશર ઓછંુ આવે છે,

;