વડસર ગામની જમીન બોગસ વીલથી પચાવી પાડવાનો કારસો - Sandesh
  • Home
  • Baroda
  • વડસર ગામની જમીન બોગસ વીલથી પચાવી પાડવાનો કારસો

વડસર ગામની જમીન બોગસ વીલથી પચાવી પાડવાનો કારસો

 | 3:39 am IST

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રૃબરૃનું બોગસ વીલ તૈયાર કર્યું  વિઠ્ઠલભાઈના મૃત્યુના ૨૪ વર્ષ બાદ કોર્ટમાં વીલ રજૂ કરતાં ભાંડો ફૂટયો

ા વડોદરા ા

શહેરના વડસર ગામમાં આવેલી જમીનો બોગસ વિલના આધારે પચાવી પાડવાનો કારસો રચનાર ભૂમાફિયા સહિત ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

વડસર ખાતે નારાયણ વીલામાં રહેતાં ખેડુત ભુપેન્દ્ર નવનીતલાલ પટેલે માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા નાના વિઠ્ઠલભાઈને કોઈ સંતાન નહીં હોવાથી હું તેમની સારસંભાળ રાખતો હતો. નાનાએ તેમની હયાતીમાં જ વડસર ગામની સીમમાં આવેલી તેઓની માલિકીની જમીન બક્ષીસ લેખનો દસ્તાવેજ કરી મને આપી હતી.

ત્યારબાદ સને ૧૯૮૮માં વડસરમાં આવેલા મકાનો, વાડાઓ તથા સીમમાં આવેલી જુદા-જુદા સર્વે નંબરની જમીનો નાનાએ મને વીલથી આપી હતી. તે પછી સને ૧૯૯૨માં મારા નાનાનું અવસાન થયું હતું. આ મિલકતોની રેવન્યુ રેકોર્ડમાં નોંધ પણ કરાઈ હતી.

જોકે, મારા નાના વિઠ્ઠલભાઈના મૃત્યુ બાદ આ મિલકતો હડપ કરી લેવા ભૂમાફિયા મહેશ ઈશ્વર પટેલ (રહે, અંબીકા પોળ, વડસર) અને ભીખા રામજી ભાલિયા (રહે, ઓડ ફળિયુ, વડસર) સક્રિય થયા હતા. જેમાં મહેશ પટેલે તા. ૧૬ જાન્યુઆરી ૧૯૮૮ના રોજનું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટના રૃબરૃનું બોગસ વીલ તૈયાર કર્યું હતું. જેમાં રામા ચતુર ભાલિયા અને બાબુ મેલા રાઠોડ (રહે, વડસર)એ સાક્ષી તરીકે સહીઓ કરી હતી.

ત્યારબાદ મારા નાનાના અવસાનના ૨૪ વર્ષ બાદ આ બોગસ વીલ આરોપીઓએ કોર્ટમાં રજૂ કરી પ્રોબેટ મેળવવા અરજી કરી હતી. જેની જાહેર પ્રેસનોટ ડિસેમ્બર – ૨૦૧૬ના રોજ પ્રસિધ્ધ થતાં કોર્ટે મને નોટીસ મોકલી હતી. જેને લઈ બોગસ વીલનો પર્દાફાશ થયો હતો. આ બનાવમાં એસઓજી સ્કવોડે તપાસ શરૃ કરી ભીખા ભાલિયા, મહેશ પટેલ, રામા ભાલિયા અને બાબુ રાઠોડની ધરપકડ કરી હતી.

ભૂમાફિયા ભીખા વિરુદ્વ અગાઉ બે ગુના નોંધાયા છે

 

ભૂમાફિયા ભીખા ભાલિયા વિરુદ્વ વર્ષ ૨૦૧૮માં વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે કેમિકલ વેસ્ટ ઠાલવવા તથા ખાલી કરવા અંગેનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત જૂગારના કેસમાં પણ તે અગાઉ ઝડપાયો હતો.

;