વડોદરમાં ૨૪ કલાકમાં ૪ મગરો રોડ પર દેખાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વડોદરમાં ૨૪ કલાકમાં ૪ મગરો રોડ પર દેખાયા

વડોદરમાં ૨૪ કલાકમાં ૪ મગરો રોડ પર દેખાયા

 | 2:00 am IST
  • Share

શહેરમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે જ મગર નગરી તરીકે ગણાતા શહેરના વિવિધ રહેણાંક વિસ્તારમાં મગરો આવી ચઢતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે. જ્યારે વિતેલા ૨૪ કલાકમાં પણ શહેરના ૪ સ્થળોએ મગર આવી ચઢતા મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં તરસાલી, બિલ ગામ, કોટંબી અને એમ.એસ.યુનિર્વિસટીમાંથી મગરોને રેસ્ક્યુ કરાયા હતા.    પ્રથમ કિસ્સામાં, તરસાલી વિસ્તારમાં આવેલ હરીનગર ગામમાં સોમવારે મોડી રાત્રે એક ખેતરમાં મગર ઘૂસી આવ્યો હતો. જેની જાણ ગ્રામજનોને થતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે બીજી તરફ ગામના યુવાનો મગરને જોવા માટે ઉમટી પડયા હતા. ગ્રામજનોએ ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં કરાતા સંસ્થાના સભ્યો ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન