વડોદરાઃ પશ્ચિમ એક્સપ્રેસમાં યુવકને લૂંટી લૂંટારૂઓએ ચાલુ ટ્રેને માર્યો ભૂસકો, યુવકે કર્યો પીછો સર્જાયા ફિલ્મી દ્રશ્યો - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરાઃ પશ્ચિમ એક્સપ્રેસમાં યુવકને લૂંટી લૂંટારૂઓએ ચાલુ ટ્રેને માર્યો ભૂસકો, યુવકે કર્યો પીછો સર્જાયા ફિલ્મી દ્રશ્યો

વડોદરાઃ પશ્ચિમ એક્સપ્રેસમાં યુવકને લૂંટી લૂંટારૂઓએ ચાલુ ટ્રેને માર્યો ભૂસકો, યુવકે કર્યો પીછો સર્જાયા ફિલ્મી દ્રશ્યો

 | 8:18 pm IST

પશ્વિમ એક્સપ્રેસના જનરલ કોચમાં મુસાફરી કરતા હરિયાણાના બે યુવાનો સહિત ત્રણ જણ પૈકી એક યુવાન પાસેથી લુટારુંઓએ રોકડ રકમ રૃ.૮૦૦ની લૂંટ ચલાવી ચાલુ ટ્રેને વડોદરા યાર્ડમાં કૂદી પડયો હતો. લૂંટનો ભોગ બનનાર યુવાન સહિત ત્રણ જણાએ પણ ચાલુ ટ્રેનમાંથી કૂદીને લુટારુંનો પીછો કર્યો હતો. લુટારુંએ બચવા માટે પકડવા આવેલા એક યુવાન પર બ્લેડ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

હરિયાણાના મેવાત જિલ્લાના પૈમાખેડા ગામમાં રહેતો મહંમદ અબ્રાર મહંમદ સુલેમાન ખાન (ઉ.વ.૨૪) મિકેનિકલ એન્જિનિયર છે. તે અને તેના માસીનો દીકરો શકીલ ઇસ્માઇલ ખાન (રહે તેડખેડલી) તેમની બહેનને ભરૃચની મદરેસામાં કુરાન શરીફનાં અભ્યાસ અર્થે મુકીને પરત જતા હતા. ત્યારે મહંમદ અબ્રારના કૌટુંબિક કાકા મુનસેદ અબ્દુલ શીયમતખાન (પૈમાખેડા) પણ તેમની પુત્રીને ભરૃચ મદરેસામાં અભ્યાસ અર્થે મૂકી પરત જવા ગઇકાલે ભરૃચથી મથુરા જવા માટે પશ્વિમ એક્સપ્રેસમાં સાંજે સવાચાર વાગ્યે નીકળ્યા હતા. ત્રણેય જણા જનરલ કોચમાં ભીડ હોવાથી કોચના દરવાજા પાસે ઊભા હતા. ટ્રેન વડોદરા પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે જ એક યુવાન તેમની પાસે આવી મહંમદ અબ્રારનાં શર્ટના ખિસ્સામાંથી રોકડા રૃ.૮૦૦ કાઢી લીધા હતા.

મહંમદ અબ્રાર સહિત ત્રણેયે પ્રતિકાર કરતા અપશબ્દોનો મારો ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ટ્રેન વડોદરા યાર્ડમાંથી પસાર થતાં ધીમી પડી હતી.આ તકનો લાભ લઇ લુટારું યુવાન ચાલુ ટ્રેનમાંથી કૂદી પડયો હતો. મહંમદ અબ્રાર સહિત ત્રણેય જણાએ ચોર ચોરની બૂમો સાથે લુટારુંનો પીછો કર્યો હતો. મહંમદ અબ્રાર લુટારુંની નજીક પહોંચી જતા તેની પોતાની પાસેની બ્લેડ વડે અબ્રાર પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ સમયે રેલવે પોલીસના હે.કો છત્રસિંહ અને પો.કો. મેહુલ આવી જતા તેમને લુટારુંને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા લુટારુંએ પોતાનું નામ ઇમરાન ઊર્ફે માંજરો ઇસ્માઇલ વોરા પટેલ (ઉ.વ.૨૨ કાસદ, જિલ્લો ભરૃચ)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડી તેના એક દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા હતા.

લુટારું અગાઉ અવધ એક્સપ્રેસમાં લૂંટમાં ઝડપાયો હતો
ભરૃચ જિલ્લાના કાસદ ગામમાં રહેતો ઇમરાન ઉર્ફે માંજરો ઇસ્માઇલ વોરા પટેલ અગાઉ ભરૃચ- વડોદરા વચ્ચે ટ્રેનમાં દાળ વેચવાનો ધંધો કરતો હતો. સહેલાઇથી વધુ રૃપિયા કમાવવા માટે તેને ટ્રેનમાં લૂંટ કરવાનું શરૃ કર્યુ હતું. ઇમરાન એકલો જ લૂંટ કરતો હતો. અગાઉ વર્ષ ૨૦૧૩માં અવધ એક્સપ્રેસમાં ભરૃચ રેલવે સ્ટેશને લૂંટ કરવાના બનાવમાં ઝડપાયો હતો. ઇમરાન પરપ્રાંતીયોને જ લૂંટનો નિશાન બનાવતો હતો.