વડોદરાથી ઝાંસી અને ઓખાથી દિલ્હી તરફ જતી સાપ્તાહિક ટ્રેનના વધુ ૨૪ ફેરા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વડોદરાથી ઝાંસી અને ઓખાથી દિલ્હી તરફ જતી સાપ્તાહિક ટ્રેનના વધુ ૨૪ ફેરા

વડોદરાથી ઝાંસી અને ઓખાથી દિલ્હી તરફ જતી સાપ્તાહિક ટ્રેનના વધુ ૨૪ ફેરા

 | 3:23 am IST

દિવાળીના તહેવારમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા રેલવે દ્વારા સુવિધા

વડોદરા  

દિવાળીના તહેવારમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે રેલવે દ્વારા વડોદરા થી ઝાંસી અને ઓખા થી દિલ્હી વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશીયલ ટ્રેનના વધુ ૨૪ ફેરા કરવાનુ નકકી કરવામાાં આવ્યુ છે

વડોદરાઝાંસી સુપરફાસ્ટ સ્પેશીયલ (સાપ્તાહિક) ટ્રેનના ૧૨ ફેરા કરવાનુ નકકી કરવામાં આવ્યુ છે. દર શનિવારે ટ્રેન વડોદરા થી સવારે કલાક ૧૫મિનટે ઉપડી બીજા દિવસે કલાક ૩૦ મિનિટે ઝાંસી પહોંચશે. ટ્રેન તા.૨૩ ઓકટોબર થી ૨૭મી નવેમ્બર સુધી ચાલુ રહેશે. આજ પ્રમાણે ઝાંસી વડોદરા ટ્રેન દર રવિવારે સવારે ૭કલાક ૧૦ મિનિટે ઉપડશે જયારે બીજા દિવસે કલાક ૩૦ મિનિટે પહોંચશે ટ્રેન ૨૪મી ઓકટોબર થી ૨૮મી નવેમ્બર સુધીને ચાલશે. ટ્રેન માટેનુ બુકીંગ તા.૧૫મી ઓકટોબર થી શરૂ થશે.જયારે આજ પ્રમાણે ઓખાદિલ્હી વચ્ચે વધુ ૧૨ ફેરા માટે વિશેષ ટ્રેન દોડાવાશે.

જામનગરવડોદરા ઇન્ટરસિટી ૨૬ ઓકટોબર સુધી રદ 

રાજકોટ ડિવિઝનમાં વાંકાનેર અને દલડી સ્ટેશન વચ્ચે રેલવે લાઇન ડબલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીના લીધે રેલવે ટ્રેન વ્યવહારને અસર થઇ છે. જેના લીધે તા.૧૪ થી ૨૬મી ઓકટોબર સુધીને જામનગરવડોદરા ઇન્ટરસિટી સ્પેશીયલ રદ કરવાની જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે. જયારે તા.૧૩ થી ૨૫મી ઓકટોબર દરમિયાન વડોદરાજામનગર ઇન્ટરસિટી સ્પેશીયલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;