વડોદરાના છેતરપિંડી કેસમાં ત્રાપજનો ફરાર શખસ પકડાયો - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વડોદરાના છેતરપિંડી કેસમાં ત્રાપજનો ફરાર શખસ પકડાયો

વડોદરાના છેતરપિંડી કેસમાં ત્રાપજનો ફરાર શખસ પકડાયો

 | 1:54 am IST

ભાવનગર, તા.૧ર

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામના વતની ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઈ બટુકભાઈ ગૌસ્વામી (ઉવ.ર૯) વિરૃધ્ધ વડોદરા શહેર પાણીગેટ પોલીસમથકમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નં.૧પ/ર૦૧૮ ના આઈપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૩, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, પ૦૪, પ૦૬/ર, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સદરહુ આરોપી પોલીસને ચકમો આપી નાસતોફરતો હતો. દરમિયાનમાં ભાવ નગર એસઓજીના હેકો.ઓમદેવસિંહ ગોહિલ, પોકો.અતુલભાઈ ચુડાસમાને પેટ્રોલિંગ દરમિયાન વોન્ટેડ આરોપી ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઈ બટુકભાઈ ગૌસ્વામી ભાવનગર શહેરના કાળવીબીડ, જ્ઞાાનમંજરી સ્કૂલ પાસે હાજર હોવાની મળેલી હકીકતના આધારે પોલીસે રેઈડ પાડી આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી સ્થાનિક નીલમબાગ પોલીસને સોંપી દીધો હતો અને વડોદરા શહેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં એસઓજીના પોકો.શરદભાઈ ભટ્ટ, યોગીનભાઈ ધાંધલ્યા સહિતના જોડાયા હતા.