વડોદરામાં કસ્ટમ-ઇમિગ્રેશન સેવા મળે તો દુબઇની ફ્લાઇટ શરૃ કરાશે - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરામાં કસ્ટમ-ઇમિગ્રેશન સેવા મળે તો દુબઇની ફ્લાઇટ શરૃ કરાશે

વડોદરામાં કસ્ટમ-ઇમિગ્રેશન સેવા મળે તો દુબઇની ફ્લાઇટ શરૃ કરાશે

 | 3:41 am IST

 

જેટ એરવેઝનાં ગુજરાત હેડે એફજીઆઇની મુલાકાત લીધી

સાંસદ દ્વારા કેન્દ્રિય મંત્રીઓ સમક્ષ રજૂઆત કરવા અનુરોધ

ા વડોદરા ા

વડોદરા એરપોર્ટ ઉપર સરકાર દ્વારા કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા શરૃ કરવામાં આવે તો જેટ એરવેઝ દ્વારા આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ શરૃ કરવામાં આવશે તેમ જેટ એરવેઝના ગુજરાત હેડ નિશાલી શેઠે આજે એફજીઆઇની મુલાકાત લઇને ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું.

એફજીઆઇ ખાતે નિશાલી શેઠે જણાવ્યું હતું કે, વર્તમાન રનવે પરથી પણ જેટ એરવેઝના બોઇંગ ૭૦૦ અને બોઇંગ ૮૦૦ વિમાન દ્વારા વડોદરા – દુબઇની સેવા શરૃ થઇ શકે તેમ છે.સરકારે કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા આ માટે આપવી જોઇએ. એફજીઆઇના સેક્રેટરી જનરલ નિતેશ પટેલે જણાવ્યું હતુંકે, જેટ એરવેઝના ગુજરાત હેડ સાથે વડોદરાથી આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી.

વડોદરાથી વિમાની મુસાફરોની સંખ્યા વધી રહી છે ત્યારે સેવા મળે તે જરૃરી છે. સાંસદ રંજન ભટ્ટે અગાઉ નિશાલી શેઠ સાથે વાત કર્યા બાદ તેઓ એફજીઆઇની મુલાકાતે આવ્યા હતા.

દરમિયાનમાં સાંસદ રંજન ભટ્ટે એફજીઆઇના સૂત્રધારોેને જણાવ્યું હતુંકે, અગાઉ પણ રનવે માટે કેન્દ્રિય ભૂતળ પરિવહન મંત્રી નિતીન ગડકરી, કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને રજૂઆત કરી હતી. આગામી સમયમાં વડોદરાથી પ્રતિનિધિ મંડળ આ ત્રણેય મંત્રીઓને પુનઃ રજૂઆત કરવા જશે.

 

;