વડોદરા અને છોટાઉદેપુરમાં ગુરૃપૂર્ણિમાની ભવ્ય ઉજવણી - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા અને છોટાઉદેપુરમાં ગુરૃપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

વડોદરા અને છોટાઉદેપુરમાં ગુરૃપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

 | 8:31 pm IST

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર અષાઢી પૂનમે ગુરૃપૂર્ણિમાની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે વિવિધ મંદિરો ખાતે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા, કરજણ, ડભોઇ, સાવલી, છોટાઉદેપુર સિહતા નગરોમાં મંદિરો પણ ફુલહાર તેમજ લાઇટથી સજાવી દેવામાં આવ્યા હતા. દરેક ધાર્મિક સ્થળોએ ભંજન મંડળીઓ દ્વારા ભજનના સૂરો રેલાવાતા હતા તો બીજી તરફ મહા પ્રસાદીનું આયોજન પણ મંદિરના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

ડભોઇમાં ર્ધાિમક કાર્યક્રમો થકી પર્વની ઉજવણી

ડભોઇ ઃસદ્ગુરૃની કૃપા વગર ભગવાની કૃપા વરસતી હોતી નથીનું બદ્રીનારાયણ મંદિરમાં ગુરૃર્પૂિણમાના પવિત્ર અવસરે શ્રી ૧૦૦૮ સુદર્શનાચાર્યજી મહારાજે ગુરુપૂજન થયા પછી ભક્તોને જણાવ્યું હતું. તો ડભોઇ સ્વામીનારાયણ મંદિરમાં સભામાં શ્રી પુરાણી સ્વામીએ માતા પિતા અને સંતાનોનો સંબંધ જેમ એવી જ રીતે ગુરૃ અને શિષ્યનો સંબંધ પણ અનોખો છે. તેમ જણાવ્યું હતું. ગુરૃ ર્પૂિણતાના પવિત્ર દિવસે ડભોઇના શ્રી બદ્રીનારાયણ મંદિરમાં ગુરૃ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂ. સૂદર્શનાચાર્યજીનું ભક્તો દ્વારા ર્ધાિમક વિધિથી ભક્તો દ્વારા પૂજન કર્યા પછી યોજાયેલી ધર્મસભામાં ગુરૃ માનવીના જીવનને ઉલ્લાસમય બનાવે છે. નું જણાવીને આશિર્વાદ આપ્યા હતા.   ડભોઇના શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી પુરાણી સ્વામીનું પૂજન કરી યોજાયેલ સત્સંગ સભામાં તેમણે જણાવ્યું હતું કે, ભક્ત અને ભગવાનની વચ્ચે અંધકારનો પડદો હોય છે તે દૂર કરવા ગુરૃ અનિવાર્ય હોય છે.

પાદરાના મંદિરોમાં વિવિધ ર્ધાિમક કાર્યક્રમોનું આયોજન

પાદરા ઃ પાદરામાં ગુરૃ ર્પુિણમા નિમિત્તે મંદિરોમાં વિવિધ ર્ધાિમક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૃ ર્પૂિણમા નિમિત્તે આજે વહેલી સવારથી દરેક મંદિરોમાં દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.   પાદરામાં અષાઢી ર્પૂિણમા એટલે ગુરુ પુનમની પાદરાના ગાંધીચોક બજારમાં આવેલ રામજી મંદિર, સંતરામ મહારાજના મંદિર, શ્રી ગાયત્રી શક્તિપીઠમાં,અંબાજી મંદિર, ભાથુજી મહારાજ મંદિર, નવાપુરા વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર સ્ટેશન રોડ પર આવેલ બી.એ.પી.એસ. મંદિર સહિત વિવિધ મંદિરોમાં ગુરૃ ર્પૂિણમાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી યજ્ઞા અને ગુરુ પુજન, ભજન ધૂન મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમોતથા ગુરુ પૂજન સાથે ભાવિક ભક્તોએ આશિર્વાદ લીધા હતા.ગુરુ પુનમે આજે વહેલી સવારથી મંદિરોમાં ધસારો જોવા મળ્યો હતો. ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા હતા.

 ગ્રામ સ્વરાજ ઉ.બુ. વિદ્યાલયમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

પાદરા ઃ વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનું બહુમાન મેળવી ચુકેલ ગ્રામ સ્વરાજ ઉ.બૂ. વિદ્યાલય જલાલપુરા ખાતે આજરોજ અષાઢી ર્પૂિણમા એટલે કે ગુરૃપૂનમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૃઆત શાળાના આચાર્ય રમણભાઇ એમ. લિંબાચીયા દ્વારા પ્રાર્થના સભામાં ગુરૃર્પૂિણમાનો વિશેષ મહિમા વિષય પર વક્તવ્ય આપી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓમાં ગુરૃ પ્રત્યેનો પ્રેમ અને શ્રધ્ધા વધે એવા પાવન હેતુ સાથે શાળાના વિદ્યાર્થીઓ માટે માનવ જીવનમાં ગુરૃનું મહત્વ એ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ હોસપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ ધો. ૧૦ના પટેલ રાજકુમાર અરવિંદભાઇ જયારે દ્રિતીય ધો.૧૦ની પટેલ પ્રિયા અનિલભાઇ વિજય થયા હતા.

 કવાંટ તાલુકામાં સ્વાધ્યાય પરિવાર દ્વારા ગુરૃર્પૂિણમાની ધામધૂમથી ઉજવણી કરાઇ

 કવાંટ ઃ વ્યાસ ર્પૂિણમાને વિવિધ સંપ્રદાયો દ્વારા ગુરૃર્પૂિણમા તરીકે ઉજવતા રહ્યા છે પોતાના અંધકારમય જીવનને પ્રકાશ તરફ લઇ જવાનું કાર્ય કરનારને ગુરૃપદ આપીને પુજન કરતા રહ્યા છે. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પ.પૂ. પાડુંરંગ શાસ્ત્રીજીની જીવન જીવવાની વાતો અંગે માર્ગદર્શન સાથે આજે સ્વાદ્યાય પરિવાર દ્વારા નતમસ્તક થઇ ભગવાનને નમન કરતા અને તેમનું   હૃદયસ્થ સ્થાન આપી પૂજન કરતા જોવા મળ્યા હતા.

કરજણ નજીક નારેશ્વર ખાતે રંગ અવધુત મંદિરે ભક્તો ઊમટી પડયાં

કરજણ ઃ કરજણ નગરમાં આવેલ રામવાડી, શીવાડી અને નારેશ્વર ખાતે આવેલ રંગ અવધુત મંદિરે ગુરૃર્પુિણમા દિન નિમિત્તે મોટી સંખ્યામાં ભકતોની ભીડ થવા પામેલ છે. તાલુકાના નારેશ્વર પવિત્ર યાત્રાધામ નર્મદા નદી કિનારે આવેલ રંગ અવધુત આશ્રમ આવેલ છે. જયાં તહેવારોમાં અને ગુરૃવારના રોજ દુર દુરથી ભકતો ધર્શન માટે આવે છે. સહેલાણીઓ પણ આવે છે. રામવાડી અને શીવવાડીમાં વહેલી સવારથી ભકતોની ભીડ જામેલ હતી.

 શિનોરમાં હર્ષોઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન

શિનોર ઃ શિનોર તાલુકામાં વિવિધ ર્ધાિમક સ્થળોએ ગુરૃ – શિષ્યના સંબંધો સાથે ગુરૃના અનેરા મહાત્મ્ય સાથે પાદૂકા પૂજન મહાપ્રસાદી સાથે ઉજવાયો હતો. ડોંગરેજી મહારાજની ભાગવત કથા માટેની તપોભૂમિ સમા સત્યનારાયણ વ્યક્ત મંદિરે ગુરૃ પાદૂકા પૂજન સાથે ગુરૃ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત મોટા ફોફળિયા અને પૂનિયાદ ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

 સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે ગુરૃર્પૂિણમા નિમિત્તે હજારો ભક્તો ઊમટયાં

સાવલી ઃ સાવલી ભીમનાથ મહાદેવ ખાતે ગુરૃ ર્પૂિણમા નિમિત્તે હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતા. આ પ્રસંગે ભક્તોએ પૂજ્ય સ્વામીજીની સમાધિ અને પાદુકાનું પૂજન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાવલી ભીમનાથ મહાદેવ ખાતે આજે ગુરૃ ર્પૂિણમા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. અને પૂજ્ય સ્વામીજીને ગુરૃ માનતા હજારો ભક્તોએ ગુરૃજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. વહેલી સવારે ભીમનાથ મંદિરમાં સંગીત પ્રચારણી સભાના મધ્યભાગે ભજન કિર્તનથી ગુરૃ ર્પૂિણમાન મહોત્સવની શુભ શરૃઆત કરવામાં આવી દેશ વિદેશમાં વસતા પરમપૂજ્ય સાવલીવાળા સ્વામીજીના હજારોની સંખ્યામાં ભક્તજનોએ સ્વામીજીની સમાધિના દર્શન કરી ગુરૃ આશીષ મેળવી ધન્યતા અનુભવી હતી.