વડોદરા એફઆરસીમાં ૧૮ દિવસમાં જ નિવૃત્ત ડીઇઓનું રાજીનામું - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા એફઆરસીમાં ૧૮ દિવસમાં જ નિવૃત્ત ડીઇઓનું રાજીનામું

વડોદરા એફઆરસીમાં ૧૮ દિવસમાં જ નિવૃત્ત ડીઇઓનું રાજીનામું

 | 3:39 am IST

 

વર્ગ-૧ના ડીઇઓને વહીવટી જવાબદારી સોંપાઈ છે

ટૂંકાગાળામાં જ રાજીનામું આપતાં તર્કવિતર્ક

ા વડોદરા ા

એફઆરસીમાં જુદી જુદી વહીવટી કામગીરી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાના વર્ગ-૧ના અધિકારીની અલાયદી જગ્યા ઊભી કરવામાં આવી હતી. વડોદરા ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીમાં ગત ૧૩ ઓગસ્ટના રોજ જોડાયેલા વર્ગ-૧ના નિવૃત્ત ડીઇઓ દ્વારા ગત તા. ૧લી સપ્ટેમ્બરે રાજીનામું આપી દેવામાં આવ્યું છે. એફઆરસીના વહીવટી કામ સાથે સંકળાયેલા વર્ગ-૧ના અધિકારીએ ૧૮ દિવસના ટૂંકાગાળામાં જ રાજીનામંુ આપી દેતાં ડીઈઓ કચેરીમાં અનેક તર્કવિર્તક ચર્ચાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) માં આવનાર સ્કૂલના એફિડેવિટ તથા ફાઇલોની સમીક્ષા, નોટિસો કાઢવી અને પુરાવા એકત્ર કરવા સહિતના વહીવટી કામ માટે જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાના વર્ગ-૧ના અધિકારીની અલાયદી પોસ્ટ ઊભી કરવામાં આવી હતી. આ પોસ્ટ પર અગાઉ નિવૃત્ત ડીપીઓની નિમણૂક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ઔત્યારબાદ વડોદરાથી નિવૃત્ત થયેલા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ રત્નુની રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી.

૬ઠ્ઠા પગાર પંચ મુજબ છેલ્લા પગારના ૬૦ ટકા વેતન તરીકે ઔરાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ગત ૧૩મી ઓગસ્ટે મહેશ રત્નુએ વડોદરા ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીમાં કાર્યભાર સંભાળ્યો હતો. એફઆરસીમાં ફક્ત ૧૮ દિવસ કામ કર્યા બાદ મહેશ રત્નુએ ગત તા. ૧લી સપ્ટેમ્બરે પોસ્ટ પરથી રાજીનામું આપી દીધું હતું.

મહેશ રત્નુના રાજીનામાથી ડીઇઓ કચેરી ખાતે અનેક તર્કવિર્તક ચર્ચાઈ રહ્યા છે.

 

આગામી ૩૦મી ઓક્ટોબરે છેલ્લો દિવસ

મહેશ રત્નુએ રાજીનામું આપ્યા બાદ હાલ તેઓ નોટિસ પિરિયડ પર છે. આગામી ૩૦મી ઓક્ટોબરે વડોદરા ઝોનની એફઆરસીમાં તેમનો છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ગયેલી ૭૧ સ્કૂલો અંગે હજી પણ એફઆરસી કોઈ નિર્ણય લઈ શકી નથી.

વડોદરા હ્લઇઝ્રમાં પાંચ સભ્યો છે

વડોદરા ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીમાં એક ચેરમેન સહિત પાંચ સભ્યો છે. વડોદરા શહેર-જિલ્લો, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ સહિત સાત જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા એફઆરસી સભ્યોને બેઠક દીઠ રૃ.૩.૫ હજારનું વેતન આપે છે. ચેરમેનને મહત્તમ એક લાખ તથા સભ્યોને ૭૫ હજાર સરકાર આપે છે.

;