વડોદરા જિલ્લાના કરજણના 45 વર્ષીય પુરૂષની સાઉથ આફ્રિકામાં ગોળી મારીને કરાઈ હત્યા, જુઓ વિડિયો - Sandesh
  • Home
  • NRI
  • વડોદરા જિલ્લાના કરજણના 45 વર્ષીય પુરૂષની સાઉથ આફ્રિકામાં ગોળી મારીને કરાઈ હત્યા, જુઓ વિડિયો

વડોદરા જિલ્લાના કરજણના 45 વર્ષીય પુરૂષની સાઉથ આફ્રિકામાં ગોળી મારીને કરાઈ હત્યા, જુઓ વિડિયો

 | 1:39 pm IST

વિદેશમાં વસતા ગુજરાતીઓ ઉપર હુમલાઓ થવાની ઘટનાઓ વધતી જાય છે. આવી જ એક ઘટના સાઉથ આફ્રિકામાં બની છે. મુળ વડોદરાના કરજણના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે કરજણના સાસરોદના વતની છેલ્લા દોઢથી બે વર્ષ પહેલા સાઉથ આફ્રિકામાં કમાવા માટે ગયા હતા. જ્યાં તેઓ નેલ્સપ્રીટ ટાઉમાં રહેતા હતા. 45 વર્ષીય અબ્દુલ હસન પઠાણ પોતાની દુકાનેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખસે તેમને ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ શું હતું એ હજી સુધી જાણવા મળ્યું નથી.