વડોદરા જિલ્લામાં ત્રણ ઓઇલ કંપની ૨૨૭ પેટ્રોલપંપ શરૃ કરશે - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા જિલ્લામાં ત્રણ ઓઇલ કંપની ૨૨૭ પેટ્રોલપંપ શરૃ કરશે

વડોદરા જિલ્લામાં ત્રણ ઓઇલ કંપની ૨૨૭ પેટ્રોલપંપ શરૃ કરશે

 | 3:39 am IST

રાજ્યમાં ૪૫૩૦ પેટ્રોલ પંપ શરૃ કરાશે

ા વડોદરા ા

વડોદરા જિલ્લામાં કેન્દ્ર સરકારની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ચાર વર્ષ બાદ પ્રથમ ૨૨૭ નવા પેટ્રોલ પંપ શરૃ કરનાર છે. સમગ્ર રાજ્યમાં નવા ૪૫૩૦ અને દેશમાં ૨૫ હજાર નવા પંપ શરૃ કરવા માટે ઓનલાઇન અરજી ૨૪મી ડિસેમ્બર સુધી મગાવવામાં આવી છે. આ અંગે આજે આઇઓસીના રિટેલ સેલ્સ વિભાગના ચીફ મેનેજર સુનિલ વિક્રમ સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પારર્દિશતા જળવાઇ રહે તે માટે ુુુ.ૅીંર્િઙ્મૅદ્બૅઙ્ઘીટ્વઙ્મીષ્ઠિરટ્વઅટ્વહ.ર્ષ્ઠદ્બ ઉપર અરજી કરવાની રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં જ પ્રથમ પેટ્રોલ પંપ શરૃ કરવાની યોજના છે.

વડોદરા જિલ્લામાં આઇઓસી દ્વારા ૭૦, બીપીસીએલ દ્વારા ૪૫ અને એચપીસીએલ દ્વારા ૪૪ પંપ શરૃ કરવા માટે અરજી મગાવવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની હોવાથી ગેરરીતિના આક્ષેપો નહિ રહે. એક સ્થળ માટે એક કરતાં વધુ અરજી હશે તો ડ્રો કરવામાં આવશે. સમગ્ર દેશમાં હાલ ૫૫,૦૦૦ પેટ્રોલ પંપ છે.

ડીઝલના વપરાશમાં ગુજરાત દેશમાં તમિલનાડુ, પંજાબ, મહારાષ્ટ્ર બાદ ચોથા સ્થાને આવે છે. જ્યારે પેટ્રોલના વપરાશમાં ગુજરાત પાંચ-છઠ્ઠા સ્થાને આવે છે.

;