વધુ વરસાદથી સોયાબીન-કપાસના ઉત્પાદનને અસર : રવિ પાક ઉજળો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વધુ વરસાદથી સોયાબીન-કપાસના ઉત્પાદનને અસર : રવિ પાક ઉજળો

વધુ વરસાદથી સોયાબીન-કપાસના ઉત્પાદનને અસર : રવિ પાક ઉજળો

 | 5:30 am IST
  • Share

  • સૌરાષ્ટ્રમાં ખેતીની તજજ્ઞતા માટે તાલીમ વર્ગ યોજાયો
  • ઘેડ તેમજ જામનગર વિસ્તારમાં ખેડૂતોને વધારે નુકસાની

। જૂનાગઢ । જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્રના ખેતીવાડી અધિકારીઓનો તાલિમ વર્ગ યોજાયો હતો.
આ તાલીમ કાર્યશાળામાં ખેતીવાડી ખાતાનાં જીલ્લા ખેતી અધિકારીઓ, નાયબ ખેતી નિયામકો, મદદ.ખેતી નિયામકો, ખેતી અધિકારીઓનો બે દિવસની તાલીમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષાણ નિયામક, ડો એચ.એમ.ગાજીપરાએ હાલની સ્થિતિથી માહિતગાર કરાવ્યા હતા. તજજ્ઞો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે તે ખેડૂતો સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો. સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લાઓનું તારણ સંયુક્ત ખેતી નિયામક (વિ) રાજકોટ અને જૂનાગઢે જણાવ્યું કે, હાલ પરીસ્થિતિ જોતા ખેડૂતોને નુકશાની આવી છે. કારણ કે, આગોતરી કરેલ મગફ્ળીના વાવેતર તેઓના ખેતરમાં ઘણાને મગફ્ળીના ઉપાડી લીધી છે. જેના ઉપર સતત વરસાદ પડતો હોવાથી નુકસાની થઇ શકશે. ઉપરાંત કપાસ તથા સોયાબીનમાં વધુ વરસાદના કારણે ઉત્પાદન ઉપર અસર થશે. ખાસ કરીને ઘેડ તેમજ જામનગર વિસ્તારમાં ખેડૂતોને વધારે નુકસાની છે. પરંતુ આવતો રવિ પાકનું વાવેતર વધવાની શક્યાતા વિશે જણાવ્યું હતું. આ તાલીમ અન્વયે સંયુકત ખેતી નિયામક (વિ) જૂનાગઢના એમ.એમ.કાસુન્દ્રા સંયુકત ખેતી નિયામક (વિ) રાજકોટ એસ.કે. જોષી, ઉપયોગી સુચનો કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો