વરતેજ પાસે આડાસબંધમાં પ્રેમી ભાણેજના હાથે મામીની હત્યા - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વરતેજ પાસે આડાસબંધમાં પ્રેમી ભાણેજના હાથે મામીની હત્યા

વરતેજ પાસે આડાસબંધમાં પ્રેમી ભાણેજના હાથે મામીની હત્યા

 | 1:54 am IST

ભાવનગર, તા.૯

ભાવનગર શહેર નજીકના વરતેજ ઔદ્યોગિક વસાહતમાં ખોલીમાં રહેતી પરપ્રાંતીય મહિલાની પ્રેમપ્રકરણમાં હત્યા કરી ભાણેજ તથા તેનો મિત્ર સહિત બન્ને શખસ ફરાર થઈ ગયાની ફરિયાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે વરતેજ પોલીસે બન્ને આરોપી વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડીરાત્રિના મળતા અહેવાલ મુજબ પોલીસે બન્ને હત્યારા શખસને ઊઠાવી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.પી. ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતુ કે, વરતેજ નજીક જીઆઈડીસીમાં રોલીંગ મીલમાં કામ કરતાં ગોપીકિશન મહંતો તેની પત્ની સંજના (ઉ.વ.૩૦) અને ત્રણ સંતાન સાથે રહેતા હતા. દરમિયાનમાં સંજનાબેનને ઘરે આવનજાવન કરતાં તેણીના ભાણેજ રામજી સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જેમાં પતિ તથા બાળકોની મૂકીને સંજના તેના પ્રેમી-ભાણેજ રામજી સાથે છેલ્લાં ૧પ દિવસથી જીઆઈડીસીમાં રહેવા આવી હતી. રામજી તેના મિત્ર મુખીયાની મદદથી પ્રેમીકા-મામી સાથે રહેતો હતો. દરમિયાનમાં આજે બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામાં સંજના તેના પ્રેમી રામજી તથા તેના મિત્ર મુખિયા સાથે જમવા બેઠા હતા. ત્યારે સંજનાના ઘરે તેનો પતિ ગોપીકિશન મહંતો આવ્યો હતો. જ્યાં જમવા બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાઈ જઈને પ્રેમીભાણેજ રામજી તથા તેના સાગરીત મુખિયાએ એકસંપ કરી લોખંડનો દસ્તો અને લાકડાના ધોકા વડે હુમલો કરી માથાના ભાગે લોહિયાળ ઈજા પહોંચાડતાં તેણીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુ.

પ્રેમીકાની હત્યા કરીને હત્યારો ભાણેજ તથા તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા. મહિલાના મર્ડરની જાણ થતાં વરતેજ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે ધસી જઈ મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ માટે વરતેજ હોસ્પિટલ ખસેેડયો હતો. આ અંગે પોલીસે મૃતકના ભાણેજ-પ્રેમી તથા મુખિયા નામના શખસ સહિત બન્ને આરોપી વિરૃધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધાં હતા. મોડીરાત્રિના મળતાં અહેવાલ મુજબ નાસી છૂટેલાં બન્ને હત્યારા શખસોને વરતેજ પોલીસે દબોચી લઈને હવાલાતમાં બંધ કરી દીધાં હતા. જે બન્ને આરોપીને આવતીકાલે કોર્ટહવાલે કરી રિમાન્ડની માગણી કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતુ.

;