વરલ ગામે પાંજરાપોળની ૧૫૦ ગાયોનું ઉભા પાકમાં ભેલાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વરલ ગામે પાંજરાપોળની ૧૫૦ ગાયોનું ઉભા પાકમાં ભેલાણ

વરલ ગામે પાંજરાપોળની ૧૫૦ ગાયોનું ઉભા પાકમાં ભેલાણ

 | 4:09 am IST

ા ભાવનગર ા

સિહોરના વરલ ગામે આવેલી વરલ દરબારની ૪૦ વીધા જમીનમાં સમઢીયાળા પાંજરાપોળની ૧૫૦થી વધુ ગાયોએ તાર ફેન્સીંગ તોડીને કપાસના પાકમાં ભેલાણ કરી રૃ.દોઢ લાખનું નુકશાન કરતાં ચકચાર મચી છે.બનાવને લઈ ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત એવી છે કે, મુળ વરલ ગામના વતની અને શહેરના વાઘાવાડી રોડ પર આવેલાં વરલ હાઉસ ખાતે રહેતા બોધીસત્વસિંહ ચંદ્રમોલીસિંહ રાઓલે સિહોર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની વરલ ગામે શેલવાડીની સીમમાં આવેલી ખેતીની જમીનમાં તાર ફેન્સીંગ તોડીને સમઢીયાળા પાંજરાપોળની આશરે ૧૫૦થી ૨૦૦ ગાયો તાર ફેન્સીંગ તોડીને વાડીમાં આવી ગઈ હોવાનો તથા ૪૦ વીધા જમીનમાં ઉભા કપાસના પાકને નુકશાન કર્યાની જાણ થતાં ફરિયાદી સ્થળ પર દોડી ગયા હતા. અને સ્થળ પરથી ગાયનો બહાર કાઢી હતી.જો કે, થોડીવાર બાદ સમઢીયાળા પાંજરાપોળના કોઈ ગોવાળ આવીને ગાયો લઈ ગયા હતા. જયારે, બનાવને લઈ સિહોર પોલીસે સમઢીયાળા પાંજરાપોળ ટ્રસ્ટના જવાબદાર વ્યકિતઓ વિરૃદ્વ ફરિયાદીની માલિકીની જમીનમાં ગાયો છુટી મુકી ફેન્સીંગ તોડી કપાસના પાકને નુકશાન કરી એકથી દોઢ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;