વરસાદના કારણે કઠોળના ભાવ ઘટશે તો રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કરશે ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • વરસાદના કારણે કઠોળના ભાવ ઘટશે તો રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કરશે ઘટાડો

વરસાદના કારણે કઠોળના ભાવ ઘટશે તો રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કરશે ઘટાડો

 | 7:53 pm IST

વરસાદને પગલે જો કઠોળના ભાવમાં ઘટાડો થશે તો રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરે એવી અપેક્ષા છે.બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના રિપોર્ટ મુજબ અત્યારસુધીમાં સારા વરસાદને કારણે જો કઠોળના ભાવમાં ઘટાડો થશે તો રિઝર્વ બેન્ક ૯ ઓગસ્ટે મોનેટરી પોલિસીના રિવ્યુમાં વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરે એવી શક્યતા છે.

સારા વરસાદને કારણે ખરીફ મોસમ માટે કઠોળના વાવેતરમાં ૩૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કઠોળનો પાક વધારે થવાથી ભાવમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થવાની અપેક્ષા છે. એને પગલે માર્ચ ૨૦૧૭ સુધીમાં રિટેલ પ્રાઈસ ઇન્ડેક્સ ઘટીને ૫.૧૦ ટકા જેટલો થઈ શકે છે.બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચનું માનવું છે કે રિઝર્વ બેન્ક ત્રણ કારણસર વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

સારા વરસાદને પગલે આગામી સમયમાં ફુગાવો ઘટશે. જૂનમાં કોર સીપીઆઈ ઇન્ફલેશન ઘટયો છે. વ્યાજના ઊંચા દરને પગલે મેમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને અસર થઈ છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે માર્ચ ૨૦૧૬ સુધીમાં ફુગાવો ઘટીને ૫.૧૦ થવાનો નવો અંદાજ મૂક્યો છે. અગાઉનો અંદાજ ૫.૭૦ ટકાનો હતો. અત્યારસુધીમાં વરસાદ સરેરાશ કરતાં બે ટકા વધારે થયો છે.