વરસાદ ન થતાં લાખો ખેડૂતોના બિયારણો નિષ્ફળ : વીમો આપવા રજૂઆત - Sandesh
  • Home
  • Business
  • વરસાદ ન થતાં લાખો ખેડૂતોના બિયારણો નિષ્ફળ : વીમો આપવા રજૂઆત

વરસાદ ન થતાં લાખો ખેડૂતોના બિયારણો નિષ્ફળ : વીમો આપવા રજૂઆત

 | 7:46 pm IST

વાવણી થઈ ગયા પછી વરસાદ ન પડતાં ઉગતો પાક સૂકાઈ જતાં બિયારણ નિષ્ફળ ગયા છે. રાજ્યમાં ૫૭ લાખ હેક્ટરમાં વાવણી થઈ ગઈ હોવાનું કૃષિ વિભાગ કહે છે. જેમાંથી ૩૫ ટકા વિસ્તારમાં વાવણી સાવ નિષ્ફળ ગઈ છે. ૧૦ જિલ્લાના ઘણાં હેક્ટરમાં બિયારણો સાફ થઈ ગયા છે. કેટલાક સ્થળે તો બે વખત બિયારણો નિફ્ળ રહ્યાં છે. તેથી ખેડૂતોને રાજ્ય સરકારે વીમો ચૂકવવો પડે તેમ છે. જે ખેડૂતોએ વીમો લીધો છે તેમનું બિયારણ નિષ્ફળ જાય તો તેમને વળતર આપવું પડે છે.

આ વળતર પ્રથમ વખત આપવામાં આવે તેવી શક્યતા ઉભી થઈ છે. કારણ કે આ વર્ષથી શરૂં થયેલી વડાપ્રધાન કૃષિ વીમા યોજનામાં વાવણી બાદ બિયારણ નિષ્ફળ જાય તો તેને બિયારણના નુકસાન પેટે વળતર આપવું પડશે. આમ માત્ર કપાસ અને મગફળીના બિયારણ નિફ્ળ જવાના કારણે એક હજાર કરોડનું નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે. કૃષિ ડાયરેક્ટર બી. આર. શાહ કહે છે કે જ્યાં વરસાદ પડવાની ધારણા સાથે ખેડૂતોએ બિયારણ વાવેલું છે ત્યાં બિયારણ નિફ્ળ છે. બહું વ્યાપક પ્રમાણમાં તેવી વિગતો હજું અમારી પાસે આવી નથી. જોકે, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ખેડૂત સંગઠન સાથે વાત કરી હતી તેમણે આશ્વાસન આપ્યું હતુ કે, વરસાદ થઈ જાય પછી બિયારણ અંગે વિચારી શકાય.

મગફળીનું ૧૫ લાખ હેક્ટર વાવેતર થયું છે તેમાં ઘણાં હેક્ટરમાં બિયારણ સાફ થઈ ગયું છે. એક હેક્ટરે ૯૦ થી ૧૦૦ કિલો બિયારણ વપરાય છે. એક કિલોનો ભાવ રૂ.૧૦૦થી ૧૧૦ હોય છે. એટલું જ નુકસાન કપાસમાં થયું હોવાની શક્યતા છે. છ જિલ્લાના ખેડૂતો અને ખેડૂત સંગઠનોના આ તારણો છે.

સિંચાઈ નથી જેમને પારાવાર મુશ્કેલી છે. વરસાદ ખેંચાતાં અધિકારીઓએ બેઠક બોલાવી હતી. કૃષિ સંગઠનોને મુખ્યમંત્રીએ રજૂઆત કરવા તુરંત મુલાકાત આપી હતી. કિસાન અધિકાર મંચે લેખિતમાં રજૂઆત કરી છે કે, વાવણી પછી ઓછા વરસાદે બિયારણ નિષ્ફળ ગયા છે. ખાતર, દવા, મજૂરીનું મોટું નુકસાન થયું છે. તેથી વીમા હેઠળ વળતર આપો. ખેડૂતોનું જીવન અંધકારમય બની ગયું છે. દરેક અરસગ્રસ્ત ખેડૂતને રૂ.૫૦ હજાર આપવા જોઈએ. લોન માફ કરવામાં આવે.

ગુજરાત ખેડૂત સમાજના મંત્રીએ કહ્યું હતુ કે, જ્યાં સિંચાઈ નથી એવા વિસ્તારોમાં કપાસ અને મગફળીમાં બિયારણો ૫૦ ટકા કરતાં વધઆરે નિષ્ફળ છે. ખેડૂતોની અત્યંત ખરાબ હાલત છે. તમામ સ્થળે એક સરખો વરસાદ નથી. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બે વખત બિયારણ ફ્ષ્ફિળ ગયા છે.

જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના પૂર્વ કુલપતિ કહે છે કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોની વાવણી નિષ્ફળ ગઈ છે. મોંઘા બિયારણો અને રાસાયણીક ખાતર નકામા ગયા છે. ૪૦ ટકાથી વધારે વાવણી નિષ્ફળ છે.

કિસાન સંઘના પૂર્વ મંત્રીએ કહ્યું હતુ કે, વાવેતર ઓછું થયું છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, જામનગર એમ ત્રણ જિલ્લમાં વાવેતર ઓછું થયું છે. કેટલેક અંશે બિયારણો નિષ્ફળ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી તેથી વાવણી થઈ શકી નથી.ખેડૂતો કહે છે કે, રાજકોટના ઉપલેટા અને આસપાસ તથા જામનગરના વિસ્તારોમાં બિયારણો નિષ્ફળ છે.

ક્યાં બિયારણ નિષ્ફળ
જિલ્લો – વાવેતર ટકા
કચ્છ – ૧૮.૨૭
અરવલ્લી ૮૦.૫૪
સુરેન્દ્રનગર ૬૮.૭૮
જામનગર ૭૪.૦૫
પાટણ ૨૫.૩૯
મહેસાણા ૨૮.૧૪
ગાંધીનગર ૪૫.૨૦
અમદાવાદ ૨૯.૬૭
છોટાઉદેપુર ૫૦.૧૪
મોરબી ૬૮.૪૨
જૂનાગઢ – ૯૬.૭૧