વરુણના એબ્સ પર લોકોએ ઉડાવી જોરદાર મજાક, એક ક્લિકે વાંચી લો ફની કમેન્ટસ - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • વરુણના એબ્સ પર લોકોએ ઉડાવી જોરદાર મજાક, એક ક્લિકે વાંચી લો ફની કમેન્ટસ

વરુણના એબ્સ પર લોકોએ ઉડાવી જોરદાર મજાક, એક ક્લિકે વાંચી લો ફની કમેન્ટસ

 | 2:53 pm IST

અપકમિંગ ફિલ્મ ‘ઢિશૂમ’ના પ્રમોશનમાં બિઝી વરૂણ ધવને તાજેતરમાં એક એવો ફોટો પોસ્ટ કર્યો છે. જો કે આ ફોટાને લીધે તેને મજાકનો વિષય બનવું પડ્યું હતુ. હકીકતમાં વરૂણ ધવને મોર્નિંગ વર્કઆઉટનો ફોટો ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

આ શર્ટલેસ ફોટોમાં વરૂણ પોતાના એબ્સ બતાવી રહ્યો હતો. જોકે લાખો યુઝર્સે આ ફોટા પર ફની અને અશ્લીલ કમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ‘ઢિશૂમ’ એક એક્શન ફિલ્મ છે જેમાં જ્હોન અને વરૂણ ધવન ધમાકેદાર એક્શન કરતાં જોવા મળશે.

વરૂણ ધવને પહેલા મીડિયાને જણાવ્યુ હતુ કે, સેટ પર જ્હોન અબ્રાહમે તેની ખૂબ મદદ કરી છે. કોઇપણ સ્ટંટ સીન તેણે જ્હોન વગર કર્યો જ નથી. પહેલા જ્હોન સ્ટંટ વરૂણને શીખવતો હતો ત્યારબાદ જ તે ફાઇનલ શોટ આપતો હતો. વરૂણ ધવને જણાવ્યું હતું કે જ્હોન તો તેના મોટાભાઇ સમાન છે. તમને જણાવી દઇએ કે વરુણ અને જોને આ ફિલ્મનું શુટિંગ મોરક્કોમાં કર્યુ છે. આ ફિલ્મનાં ડાયરેક્ટર રોહિત ધવન છે, જે વરુણના મોટા ભાઇ અને જોનનાં સારા એવો મિત્ર પણ છે.