વરુણ-કિયારાની જુગ જુગ જીઓ ફિલ્મ આગામી જૂનમાં રિલીઝ થશે   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • વરુણ-કિયારાની જુગ જુગ જીઓ ફિલ્મ આગામી જૂનમાં રિલીઝ થશે  

વરુણ-કિયારાની જુગ જુગ જીઓ ફિલ્મ આગામી જૂનમાં રિલીઝ થશે  

 | 4:37 am IST
  • Share

  વરુણ ધવન અને કિયારા અડવાણીની પૅરને કરણ જોહરે પોતાની આગામી ફિલ્મ માટે સાઇન કરી ત્યારે લોકોમાં આ જોડીને જોવાનો ઉત્સાહ સોશિયલ મીડિયા પર વર્તાઈ આવ્યો હતો. આ પહેલાં વરુણકિયારાએ સિલ્વર સ્ક્રીન શૅર નથી કરી, ત્યારે આ ફ્રેશ પૅરને જોવાની મજા આવશે. ખેર, કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ જુગ જુગ જીઓ ફેમિલી ડ્રામા છે. આ ઝોનરમાં કરણની માસ્ટરી છે. જુગ જુગ જીઓનું પોસ્ટર અને ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં વરુણકિયારાની જોડી સારી દેખાઇ રહી છે. બંનેનાં લગ્ન થતાં હોય તેવું પોસ્ટર લોકોને ગમી રહ્યું છે. કરણે પોસ્ટર લૉન્ચ કરવાની સાથે સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી છે. આ ફિલ્મ 2022માં 24 જૂને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં વરુણ અને કિયારા સિવાય પ્રાજક્તા કોલી, અનિલ કપૂર તેમજ નીતુ સિંહ પણ છે. વરુણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જુગ જુગ જીઓની સ્ક્રીપ્ટ મને વાંચવા આપી ત્યારે ફિલ્મનો થોડો ભાગ વાંચીને તરત જ તે કરવાની મેં હા કહી દીધી હતી, કારણ કે મને ડર હતો કે જો હું મોડું કરીશ અને કરણ બીજા કોઈને ફિલ્મ આપી દેશે તોવૅલ, જોઇએ જુગ જુગ જીઓ દર્શકોને વરુણની જેમ જ ઇમ્પ્રેસ કરી શકે છે કે કેમ?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો