વર્તુ-૨ ડેમ ઓવરફલો થતા રાવલ ગામનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વર્તુ-૨ ડેમ ઓવરફલો થતા રાવલ ગામનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા

વર્તુ-૨ ડેમ ઓવરફલો થતા રાવલ ગામનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા

 | 5:11 am IST
  • Share

  • ડેમના પાંચ દરવાજા અઢી ફૂટ ખોલાતા ગામ બેટમાં ફેરવાયું
  • કલેકટર સહિત અધિકારીઓ મોડી રાત સુધી રહ્યા ખડેપગે

। ખંભાળિયા । દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલ વર્તુ ૨ ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો હતો. જેના કારણે પાંચ દરવાજા અઢી ફ્ૂટ જેટલા ખુલ્લા મુકાયા હતા. જેથી આ ડેમના પાણી નીચાણવાળા વિસ્તાર રાવલ ગામના ઘરોમાં ઘુસી ગયા હતાં અને ગામ બેટમાં ફ્ેરવાયું હતું.આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાન રાખી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્દડ્ઢઇહ્લની ટીમ સ્ટેન્ડબાય રખાઈ હતી. તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ રાવલ સહિત નીચાણવાળા વિસ્તારોમાં મોડી રાત્રી સુધી ખડેપગે રહ્યા હતા.
ગઈકાલે ભાણવડ પંથકમાં આવેલ વર્તુ-૨ ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતાં પાંચ દરવાજા અઢી ફ્ૂટ જેટલા ખુલ્લા કરાયા હતા. જેને કારણે રાવલ સહિતના નીચાણવાળા વિસ્તારોમા પાણી ફ્રી વળ્યાં હતા. વર્તુ૨ ડેમ,સોરઠી, અને સાનીનું પાણી રાવલ ગામમાં ફ્રી વળતા રાવલ ચન્દ્રાવાળાથી પોરબંદર નો રાજમાર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આજે સાંજે રસ્તો ખુલ્લો કરાયો હતો. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાન રાખી તંત્ર દ્વારા ગ્દડ્ઢઇહ્લની ટીમ સ્ટેન્ડબાય રખાઈ હતી. તેમજ જિલ્લા કલેક્ટર એમ.એ. પંડયા, પ્રાંત અધિકારી ભેટારીયા, ડી.વાય એસ.પી હિતેન્દ્ર ચૌધરી,મામલદાર સહિતના અધિકારીઓ રાવલ સહિત નીચાણવાળા વિસ્તારોમાં મોડી રાત્રી સુધી ખડેપગે રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન