વર્મિસેલી ઉપમા   - Sandesh
1.6M
1M
1.7M
APPS

વર્મિસેલી ઉપમા  

 | 3:00 am IST
  • Share

સામગ્રી : 1વાટકી ર્વિમસેલી, 11/2 ચમચી તેલ, થોડાં મગફ્ળી અને કાજુ, 4-5 પાંદડાં મીઠો લીમડો, 1/2 ચમચી રાઈ, ચપટી હિંગ, 1/2 ચમચી અડદની દાળ, 1/2 ચમચી ચણાની દાળ, 2 સમારેલાં લીલાં મરચાં, 1નાની સમારેલી ડુંગળી, તમારી પસંદના સમારેલાં શાકભાજી (ગાજર, ફ્ણસી, વટાણા), 1/2 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 11/2 ગ્લાસ ગરમ પાણી

રીત : સૌપ્રથમ એક કડાઈમાં ર્વિમસેલીને થોડું તેલ નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ પછીથી ઉમેરવામાં આવશે.

એક કડાઈમાં તેલ ગરમ કરો, મગફ્ળી અને કાજુ સાંતળો. હવે રાઈ, હિંગ, મીઠો લીમડો, ચણા-અડદની દાળનો વઘાર કરો. તે બાદ લીલાં મરચાં, સમારેલી ડુંગળી અને અન્ય શાકભાજી ઉમેરો. એક વાર તે સારી રીતે ચડી જાય એટલે તેમાં મીઠું અને હળદર ઉમેરો. ગરમ પાણી ઉમેરો, જ્યારે તે ઉકળવા આવે, ત્યારે શેકેલી ર્વિમસેલી ઉમેરો. તેને થોડી વાર ઉકળવા દો. થોડા સમયમાં પાણી શોષાઈ જશે અને ર્વિમસેલી ઉપમા તૈયાર થઈ જશે. તમારી પસંદનાં સોસ/ચટણી સાથે તેને ગરમાગરમ સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો